એક સપ્તાહથી શાકભાજીના ભાવ આસમાને.....!
vegetables : છેલ્લા એક સપ્તાહથી શાકભાજી ( vegetables ) ના ભાવ આસમાને પહોંચ્યા છે. કાળઝાળ ગરમીના કારણે શાકભાજીની આવક ઘટતાં શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. ઘણા શાક એવા છે જેનો ભાવ છૂટક બજારમાં 100 રુપિયાને પાર પહોંચ્યો છે.
શાકભાજીની આવક 6 હજાર ક્વિન્ટલ સુધી ઘટી
અમદાવાદના એપીએમસીમાં શાકમાર્કેટમાં શાકભાજીની આવક 6 હજાર ક્વિન્ટલ સુધી ઘટી ગઇ છે. 20 ટકા શાકભાજીની આવક વધતાં તેની અસર શાકભાજીના ભાવ પર પણ પડ઼ી છે. સામાન્ય રીતે એપીએમસીમાં રોજ 20થી 22 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી પણ છેલ્લા એક સપ્તાહથી શાકભાજીની આવક ઘટીને 13 હજાર ક્વિન્ટલ થઇ ગઇ છે.
ભાવમાં 20થી 25 ટકાનો વધારો
જો કે ગરમીના કારણે લીલા શાકભાજીના ઉત્પાદન પર તેની અસર પડી છે. ઉત્પાદનમાં ઘટાડો થતાં શાકભાજીની રોજીંદી આવક ઘટી છે અને તેથી ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. ગરમીમાં વધારો થતાં શાકભાજીમાં બગાડ વધુ રહે છે જેથીઆવક પર પણ અસર રહે છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે.
ગવાર 120થી 160 રુપિયે
હાલ છૂટક બજારમાં પ્રતિ કિલોએ ડૂંગળી 50થી 60 કિલો રુપિયે, બટેકા 40થી 50 રુપિયે, ફ્લાવર 60થી 10 રુપિયે તથા ટામેટા 50થી 60 રુપિયે, ગવાર 120થી 160 રુપિયે કિલો, ચોળી 120થી 200 રુપિયે કિલો વેચાઇ રહ્યા છે. ઉપરાંત લીંબુ પ્રતિ કિલોએ 120થી 160 રુપિયે કિલો તથા ટિંડોળા 120થી 180 રુપિયે, ભીંડા 100થી 120 રુપિયે અને કોબિજ 80થી 100 રુપિયે કિલો વેચાઇ રહ્યા છે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું
શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. વરસાદ શરુ થાય ત્યારબાદ લીલા શાકભાજીનું આગમન થશે અને પછી ભાવમાં ઘટાડો આવે તેવુ અનુમાન છે.
આ પણ વાંચો---- પ્રાકૃતિક ખેતી અપનાવનારા કાશીરામભાઈ વાઘેલા અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણા રૂપ