Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Income Tax : ધીરજ સાહુના ઠેકાણેથી ચલણી નોટોની મળી આવી દિવાલ, છતા ન કરાઈ ધરપકડ, જાણો નિયમ વિશે

આવકવેરા વિભાગે (Income Tax) સાંસદ ધીરજ પ્રસાદ સાહુ (Dhiraj Prasad Sahu)ના પરિસરમાંથી 350 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે. આ કાર્યવાહી બાદ કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈન (Piyush Jain)નો મામલો પણ ચર્ચામાં આવ્યો છે. ડિસેમ્બર 2021 માં, GST ઇન્ટેલિજન્સ...
08:19 PM Dec 14, 2023 IST | Dhruv Parmar

આવકવેરા વિભાગે (Income Tax) સાંસદ ધીરજ પ્રસાદ સાહુ (Dhiraj Prasad Sahu)ના પરિસરમાંથી 350 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે. આ કાર્યવાહી બાદ કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈન (Piyush Jain)નો મામલો પણ ચર્ચામાં આવ્યો છે. ડિસેમ્બર 2021 માં, GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) એ પિયુષ જૈનના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ ડીજીજીઆઈએ જૈનના પરિસરમાંથી 197 કરોડ રૂપિયા રોકડા, 23 કિલો સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ રિકવર કરી હતી.

આ કેસમાં તપાસ એજન્સીએ બિઝનેસમેનને 497 કરોડ રૂપિયાની પેનલ્ટી નોટિસ ફટકારી છે. આ સિવાય આવકવેરા વિભાગ તેના પર મોટો દંડ પણ લગાવશે. રોકડ મળી આવ્યા બાદ પીયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર છે.

ધીરજ સાહુના મામલામાં અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. પરંતુ આટલી મોટી રકમ મળ્યા બાદ પણ હજુ સુધી ધીરજ સાહુની ધરપકડ કરવામાં આવી નથી, જ્યારે આના કરતા ઓછા પૈસા મળતા પીયૂષ જૈનની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. જૈનને 11 મહિના બાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

આવકવેરા અધિનિયમ-1961 હેઠળ ધરપકડની સત્તા નથી

વાસ્તવમાં, કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પર પાડવામાં આવેલ દરોડા આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા અને આવકવેરા અધિનિયમ-1961 મુજબ, આવકવેરા વિભાગ પાસે ધરપકડ કરવાની સત્તા નથી. આ કાયદા હેઠળ દરોડા અને અન્ય કાર્યવાહીમાં ધરપકડની કોઈ જોગવાઈ નથી. મોટાભાગની શોધ પૂરી થયા પછી, આકારણી અને કાર્યવાહી કરી શકાય છે અને કોર્ટ દ્વારા સજા લાદવામાં આવી શકે છે.

CGST કલમ-69 ધરપકડ કરવાની સત્તા આપે છે

નોંધનીય છે કે પીયૂષ જૈન વિરુદ્ધ કાર્યવાહી સેન્ટ્રલ જીએસટી વિભાગના ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કરવામાં આવી હતી. CGST કલમ-69 હેઠળ ધરપકડની જોગવાઈ છે, જે GST વિભાગને તાત્કાલિક ધરપકડ કરવાની સત્તા આપે છે. જેના કારણે પિયુષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ એક વર્ષ બાદ તેમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.

ધીરજ સાહુની ક્યારે ધરપકડ થઈ શકે?

ધીરજ સાહુની ધરપકડ ત્યારે જ શક્ય છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા સીબીઆઈ જેવી એજન્સીઓ કેસ નોંધીને તપાસ શરૂ કરે. જો એજન્સીઓને લાગે છે કે આ કેસમાં મની લોન્ડરિંગ થઈ છે અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિને કારણે આટલી મોટી રકમ કમાઈ છે તો ઈડી કે સીબીઆઈ કેસ નોંધીને ધીરજ સાહુની ધરપકડ કરી શકે છે.

પિયુષ જૈન સામે કાર્યવાહી ક્યાં સુધી પહોંચી?

DGGI એ મે 2023 માં પિયુષ જૈન વિરુદ્ધ તેની તપાસ પૂર્ણ કરી હતી અને તેના પર 497 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. તેમજ આ કેસમાં અન્ય 11 લોકોને આરોપી બનાવીને નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસમાં એજન્સી દ્વારા કોર્ટમાં 1 લાખ 60 હજાર પેજની ચાર્ટ શીટ દાખલ કરવામાં આવી છે. પીયૂષ જૈનના ઘરેથી જે પૈસા અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું તેમાંથી એક પણ રકમ પરત આપવામાં આવી નથી. સાથે જ જીએસટી વિભાગે 497 કરોડ રૂપિયાની પેનલ્ટીની નોટિસ પણ આપી છે. એટલું જ નહીં, આવકવેરા વિભાગ અપ્રમાણસર સ્ત્રોત પર ટેક્સ ન ભરવાના કેસમાં પિયુષ જૈનની અલગથી તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો : Parliament Security : સંસદમાં ‘સ્મોક હુમલો’ કરનારાઓ સામે UAPA હેઠળ કેસ નોંધાયો…

Tags :
Businessman Income Tax raidcrores of rupees cash recoverDheeraj Prasad SahuDhiraj Sahu and Piyush JainDhiraj Sahu arrestDhiraj Sahu caseDhiraj Sahu cash detailDhiraj Sahu powerGST raidIncome Tax RaidIndiakanpur Businessman Piyush JainNationalPiyush JainPiyush Jain cash
Next Article