Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vapi : ટલ્લી થયેલા ગેટમેને ફાટક બંધ કરી દીધા અને પછી....

Vapi : વાપી (Vapi)માં અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં વાપી (Vapi) રેલવે ફાટક પર ફરજ પરનો ગેટમેન અને તેનો સહયોગી દારુ પીધા બાદ ટલ્લી થઇને ફાટક બંધ કરીને બેસી ગયા હતા. ફાટક બંધ થઇ જવાના કારણે સતત એક કલાક...
vapi   ટલ્લી થયેલા ગેટમેને ફાટક બંધ કરી દીધા અને પછી

Vapi : વાપી (Vapi)માં અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં વાપી (Vapi) રેલવે ફાટક પર ફરજ પરનો ગેટમેન અને તેનો સહયોગી દારુ પીધા બાદ ટલ્લી થઇને ફાટક બંધ કરીને બેસી ગયા હતા. ફાટક બંધ થઇ જવાના કારણે સતત એક કલાક સુધી ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો. પીધેલા ગેટમેનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Advertisement

ફરજ પરનો ગેટમેન અને તેનો સહયોગી દારૂ પીને ટલ્લી થઇ ગયા

વાપીના રેલવે ફાટક પર ફરજ પરનો ગેટમેન અને તેનો સહયોગી દારૂ પીને ટલ્લી થઇ ગયા હતા. મળેલી માહિતી મુજબ બંને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ફાટક બંધ કરીને બેસી ગયા હતા. દારુમાં ભાન ભુલેલા બંનેને એ ખ્યાલ જ ન હતો કે તેમણે વાહન વ્યવહાર બંધ કરી દીધો છે. બંનેએ સતત એક કલાક સુધી ફાટક બંધ રાખ્યો હતો.

Advertisement

બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી

સતત એક કલાકથી વધુ સમય સુધી ફાટક બંધ થઇ જતાં બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી હતી અને ભારે ટ્રાફિક જામ થયો હતો. વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા. વાહન ચાલકોને લાગ્યું કે કોઇ ટ્રેન આવવાની હશે પણ ટ્રેન આવી ન હતી અને આમ છતાં ફાટક બંધ રહ્યો હતો

Advertisement

ટલ્લી ગેટમેનોએ ફાટક બંધ રાખીને ભારે તમાશો કર્યો

પરેશાન થયેલા વાહન ચાલકોએ તપાસ કરતાં ગેટમેન અને તેનો સાથીદાર દારુના નશામાં ટલ્લી જોવા મળ્યા હતા. ટલ્લી ગેટમેનોએ ફાટક બંધ રાખીને ભારે તમાશો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જો કે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. આ બનાવે લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી.

ફાટકની પેનલ પર અડિંગો જમાવ્યો

દારૂના નશામાં બંનેએ સિગરેટના કશ મારતા મારતા ફાટકની પેનલ પર અડિંગો જમાવ્યો હતો. લોકોએ તપાસ કરતા ફાટકની કેબિન પાછળથી દારૂની ખાલી બોટલો પણ મળી હતી. ટલ્લી થયેલા બંનેને એ વાતની પણ જાણ ન હતી કે તેમણે કેવો કાંડ કર્યો છે.

આ પણ વાંચો----BIG BREAKING : વિરમગામ અંધાપા કાંડમાં SIT દ્વારા કરાયા ચોંકાવનારા ખુલાસા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.