Etawah : પોતાના જ દત્તક પુત્ર સાથે આડા સંબંધ અને ખેલાયો ખૂની ખેલ..
- ઉત્તર પ્રદેશના ઇટાવામાં આડા સંબંધના એક કિસ્સાએ લોકોને હચમચાવી દીધા
- આડા સંબંધના પાપે પત્નીએ પતિની કરાવી હત્યા
- મૃતકની પત્નીના દત્તક પુત્ર સાથે આડા સંબંધ હતા
Etawah : ઉત્તર પ્રદેશના ઇટાવા (Etawah)માં આડા સંબંધના એક કિસ્સાએ લોકોને હચમચાવી દીધા છે. ઇટાવામાં એક રાતે ઘરની અંદર લોહિયાળ ખેલ ખેલાયો હતો. જ્યારે આ ખેલની તપાસ કરવામાં આવી ત્યારે એવું સત્ય સામે આવ્યું કે જેણે તેમના પરિવારના સભ્યો સહિત ગ્રામજનોને ચોંકાવી દીધા. કારણ કે, પત્નીએ જ મૃત પતિ દ્વારા લેવાયેલા દત્તક પુત્ર અને અન્ય એક વ્યક્તિની સાથે મળીને જ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે ગામના એક વ્યક્તિને 2.5 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. સમગ્ર મામલો યુપીના ઈટાવા જિલ્લાના ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
મૃતકની પત્નીના દત્તક પુત્ર સાથે આડા સંબંધ હતા
ઉલ્લેખનીય છે કે આ હત્યા પાછળનું સાચું કારણ ગેરકાયદે સંબંધ છે. મૃતકની પત્નીના દત્તક પુત્ર સાથે સંબંધો બંધાયા હતા. આ અંગે મૃતકને જાણ હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો મહિલાએ તેના પતિને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી. હત્યારાને 27 હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા અને રાત્રે ઘરની અંદર લોહિયાળ રમત રમાઈ હતી. જ્યારે પતિ સૂતો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.
મનોજ જાટવની લાશ ઘરની અંદરથી મળી આવી
તમને જણાવી દઈએ કે 15 નવેમ્બરના રોજ મનોજ જાટવની લાશ ઘરની અંદરથી મળી આવી હતી. મનોજની પત્નીની જાણના આધારે પોલીસે લાશ કબજે કરી હતી. જ્યારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તાજેતરમાં મૃતક મનોજે તે જ ગામના 23 વર્ષીય રાહુલ કુમારને દત્તક લીધો હતો. મનોજની પત્નીના એ જ રાહુલ સાથે ગેરકાયદેસર સંબંધો હતા.
2.5 લાખમાં હત્યાનો કોન્ટ્રાક્ટ ગામના વિકાસ જાટવને આપવામાં આવ્યો
આથી મનોજની પત્ની અને દત્તક પુત્રએ ભેગા મળી 15મી નવેમ્બરની રાત્રે તેની હત્યા કરી નાખી હતી. 2.5 લાખમાં હત્યાનો કોન્ટ્રાક્ટ ગામના વિકાસ જાટવને આપવામાં આવ્યો હતો. મનોજની પત્ની દ્વારા 27 હજાર રૂપિયા એડવાન્સ પણ વિકાસને આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ ખુલાસો કરીને હત્યારાની પત્ની અને દત્તક પુત્ર રાહુલની ધરપકડ કરી છે. આ ઉપરાંત હત્યામાં વપરાયેલ લોખંડની સિકલ અને કપડા ધોવા માટે વપરાયેલ લાકડાનું બેટ પણ મળી આવ્યું છે. જ્યારે વિકાસ ફરાર છે, તેની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો----દિલ્હીમાં Double Murder, કાકા-ભત્રીજાની ગોળી મારી હત્યા
પહેલા હત્યા કરી, પછી પોલીસને ગેરમાર્ગે દોરી
તાજેતરમાં મનોજ જાટવ દિલ્હીથી ઘરે આવ્યો હતો. બનાવના દિવસે મનોજ રાત્રે સૂતો હતો ત્યારે તેની પત્ની અને રાહુલે વિકાસને ફોન કર્યો હતો. ત્યારબાદ પત્નીએ મનોજ પર ધાબળો નાખ્યો અને રાહુલ-વિકાસે સિકલ અને લાકડાના બેટ વડે તેની હત્યા કરી નાખી. ગુનો કર્યા બાદ પોલીસને જાણ થઈ હતી કે કોઈએ તેના પતિ મનોજની હત્યા કરી છે. જોકે, પત્નીના નિવેદનો ઘટનાના સંજોગો સાથે મેળ ખાતા ન હતા. આથી પોલીસને શરૂઆતથી જ ઘરના માણસ પર શંકા હતી.
ઘરના માણસ પર શંકા વધુ ઘેરી બની
આ મામલામાં ઇટાવાના એસએસપી સંજય કુમારે જણાવ્યું કે ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનોજ જાટવ નામના વ્યક્તિની લાશ મળી આવી છે. પોસ્ટમોર્ટમ અને પુરાવા એકત્ર કર્યા પછી, ઘરના માણસ પર શંકા વધુ ઘેરી બની. શંકાના આધારે પત્ની અને દત્તક પુત્રની કડક પૂછપરછ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. બંનેએ ગુનો કબૂલી લીધો હતો. આરોપીના કહેવાથી ગુનામાં વપરાયેલ ઓજારો મળી આવ્યા હતા. મનોજની ગરદન કાપવા માટે લોખંડની સિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેને મારવા માટે લાકડાના બેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને ઢાંકવા માટે બ્લેન્કેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મૃતકે પાંચ મહિના પહેલા જ રાહુલને દત્તક લીધો હતો
હાલમાં મૃતક મનોજની પત્ની અને તેના દત્તક પુત્ર રાહુલની કલમ 103 BNS હેઠળ ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. મૃતકે પાંચ મહિના પહેલા જ રાહુલને દત્તક લીધો હતો. તાજેતરમાં જ તેના ધ્યાનમાં આવ્યું હતું કે તેની પત્નીનું રાહુલ સાથે અફેર હતું. જેના પર તેમણે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો----Actress Murder Mystery:અભિનેત્રીને પ્રેમમાં મળી મોતની સજા