Donald Trump : "વર્લ્ડ વોર નજીક છે અને કમલા સ્થિતીને સંભાળી નહીં શકે..."!
- અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી
- પ્રેસ કોન્ફન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિરોધી કમલા હેરિસ પર આકરા પ્રહાર કર્યા
- ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે આપણે વિશ્વ યુદ્ધની નજીક છીએ
- આ લોકો પરિસ્થિતિને સંભાળી શકશે નહીં
Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. એક પ્રેસ કોન્ફન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના વિરોધી કમલા હેરિસ પર આકરો પ્રહાર કરતાં સંકેત આપ્યો હતો કે આપણે વિશ્વ યુદ્ધની નજીક છીએ. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થિતિ વણસી રહી છે. આપણે વિશ્વ યુદ્ધની નજીક છીએ અને આ લોકો પરિસ્થિતિને સંભાળી શકશે નહીં.
અમેરિકાની હાલત ખૂબ જ ખરાબ
કમલા હેરિસની ઝુંબેશ જોર પકડ્યા બાદ ટ્રમ્પની આ પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની હાલત ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, ટ્રમ્પે એમ પણ કહ્યું કે કમલા હેરિસ તો જો બિડેન કરતા પણ ખરાબ છે અને તેમને રાષ્ટ્રપતિ પદ માટે વોટ પણ નથી મળ્યા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર છે. તે જ સમયે, જો બિડેનની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પછી, ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો----મોહમ્મદ યુનુસ બન્યા બાંગ્લાદેશના વચગાળાની સરકારના વડા, PM મોદીએ નવી જવાબદારી માટે પાઠવ્યા અભિનંદન
આપણે વિશ્વ યુદ્ધની ખૂબ નજીક છીએ
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આપણે વિશ્વ યુદ્ધની ખૂબ નજીક છીએ. મારા મતે અહીં એવા લોકો છે જેઓ આ સંજોગોમાં કશું કરી શકશે નહી. તે કમલા હેરિસ અને ટિમ વોલ્ઝનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કમલાને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે એક મત પણ મળ્યો નથી અને હવે તે ચૂંટણી લડી રહ્યા છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ લોકોનું કોઈ સન્માન કરતું નથી. ચીન, રશિયા અને ઉત્તર કોરિયામાં લોકોના આ જૂથ માટે કોઈ સન્માન નથી. તેમણે પોતાના વિશે કહ્યું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન તેમને ખૂબ પસંદ કરે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે તેમના ચીન સાથે ઘણા સારા સંબંધો છે.
કમલાનો રેકોર્ડ ઘણો ખરાબ
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે પહેલા મારી સામે જો બિડેન ઉમેદવાર હતા. હવે કમલા હેરિસ છે, પરંતુ મને લાગે છે કે અન્ય કોઈ ઉમેદવાર હોત. ટ્રમ્પે કહ્યું કે કમલાનો રેકોર્ડ ઘણો ખરાબ છે. તે એક સ્તરે કટ્ટરપંથી છે, તેમણે ડાબેરી કટ્ટરપંથી પસંદ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે બિડેન પ્રત્યે કમલા હેરિસનું વલણ અલગ હતું, તેમ છતાં તેમણે હેરિસને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. મને લાગે છે કે તેમને તેના નિર્ણય પર પસ્તાવો થશે. હવે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ બિડેનના ચાહક નથી, પરંતુ તેમને ચૂંટણી લડવાનો અધિકાર છે. ચૂંટણી પહેલાની ચર્ચાને લઈને ટ્રમ્પે કહ્યું કે કમલા હેરિસ તેના માટે લાયક નથી. તેમ છતાં હું ચર્ચામાં ભાગ લઈશ.
આ પણ વાંચો-----UK Alert: બ્રિટનમાં આજે રાત્રે 30 સ્થળોએ નકાબપોશ હુમલાખોરો....