Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: મેદાનમાં ધસી જનારા ધોનીના ભાવનગરના ચાહક સામે ગુનો નોંધાયો

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આઇપીએલની મેચમાં ફરી એક વાર અમદાવાદ પોલીસની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સુક્રવારે રમાયેલી મેચ દરમિયાન ભાવનગરનો યુવક તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને...
ahmedabad  મેદાનમાં ધસી જનારા ધોનીના ભાવનગરના ચાહક સામે ગુનો નોંધાયો

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આઇપીએલની મેચમાં ફરી એક વાર અમદાવાદ પોલીસની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સુક્રવારે રમાયેલી મેચ દરમિયાન ભાવનગરનો યુવક તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગી ભેટી પડ્યો હતો. અણદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

મહેન્દ્રસિંહ ધોનીનો ફેન સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો

ફરી એક વાર અમદાવાદ પોલીસ નબળી સાબિત થઈ છે અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષામા ચૂકનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીનો ફેન સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને મળીને પગે પડી ગયો હતો અને ત્યારબાદ ભેટી પડ્યો હતો. જો કે ત્યારબાદ સુરક્ષા અધિકારીઓ પણ મેદાનમાં પહોંચ્યા હતા અને આ યુવકને પકડી લીધો હતો.

Advertisement

આ યુવકનું નામ જય જાની હોવાનું બહાર આવ્યું

નવાઇની વાત એ છે કે સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા બદોબસ્ત હોવા છતાં જવાબદાર અધિકારીઓની નજર સામે આ યુવક મેદાનમાં પહોંચ્યો હતો. આ યુવકનું નામ જય જાની હોવાનું બહાર આવ્યું છે અને તે ભાવનગરનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે યુવક સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Advertisement

શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે

ઉલ્લેખનિય છે કે અગાઉ પણ આ જ પ્રકારે ચાલુ મેચમાં એક પેલેસ્ટિયન યુવક પણ મેદાનમાં પહોંચી ગયો હતો. અણદાવાદ પોલીસની બેદરકારીના કારણે આ બીજો બનાવ બન્યો છે ત્યારે સવાલ પુછાઇ રહ્યો છે કે શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે.

આ પણ વાંચો----- PBKS VS RCB : RCB નો સતત ચોથો વિજય, પંજાબને તેના જ ઘરમાં આપી હાર

આ પણ વાંચો----- IPL 2024 Playoffs Scenario : પ્લેઓફની રેસમાં MI બહાર, GT કિસ્મતના ભરોસે

આ પણ વાંચો---- SRH VS LSG : SRH ના ઓપનર્સએ અપાવી ટીમને એકતરફી જીત, લખનૌની ટીમની સતત બીજી હાર

આ પણ વાંચો---- IPL 2024 : સંજુ સેમસન સામે BCCI ની મોટી કાર્યવાહી, અમ્પાયરો સાથે દલીલ મુદ્દે મળી આ સજા…

Tags :
Advertisement

.