Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શૌર્યનો રંગ ખાખી : જ્યારે ઐતિહાસીક સાંજે કૈલાસ ખેરના ગીતોથી ઝુમી ઉઠ્યું ઓડિયન્સ..!

બુધવારની સાંજ ઐતિહાસીક બની રહી હતી જ્યારે  ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં સૌપ્રથમવાર દેશની સુરક્ષા કરી શાંતિ જાળવવાની સેવા કરતા પોલીસ અને સુરક્ષા દાળોના અધિકારીઓને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સન્માનવામાં આવ્યા હતા. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group)...
શૌર્યનો રંગ ખાખી   જ્યારે ઐતિહાસીક સાંજે કૈલાસ ખેરના ગીતોથી ઝુમી ઉઠ્યું ઓડિયન્સ
બુધવારની સાંજ ઐતિહાસીક બની રહી હતી જ્યારે  ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં સૌપ્રથમવાર દેશની સુરક્ષા કરી શાંતિ જાળવવાની સેવા કરતા પોલીસ અને સુરક્ષા દાળોના અધિકારીઓને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સન્માનવામાં આવ્યા હતા. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા BSF, CRF, CISF અને ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનોને સમ્માનવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ શૌર્યનો રંગ ખાખી આજે સાંજે 6 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોલીવુડના જાણીતા સિંગર પદ્મશ્રી કૈલાસ ખેર (Kailash Kher) તેમના કૈલાસા બેન્ડ સાથે શૌર્યના સુરો રેલાવ્યા હતા. કૈલાસ ખેરના શૌર્ય અને પ્રેમભર્યા ગીતોથી ઉપસ્થિતજનમેદની ઝૂમી ઉઠી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા શૌર્યનો રંગ ખાખીમાં કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ સાથે અદ્ભૂત ગીતો પ્રસ્તુત કર્યા હતા. આ કાર્યક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનો ઉપરાંત BSF, CRF, CISFના અધિકારીઓએ મનભરીને માણ્યો હતો. ગુજરાત ફર્સ્ટ ચેનલના ચેરમેન મુકેશભાઇ પટેલ તથા એમ.ડી જસ્મીનભાઇ પટેલ અને ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર એસબીઆઇ બેંક તથા ઇવેન્ટ પાર્ટનર કૌશિક આઉટડોર એઅને કૌશિક ડિજીબીઝ પણ પાર્ટનર હતા.  જાણીતા અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
લોકો સંગીતના સુરોમાં રંગાયા
કૈલાસ ખેરે જ્યારે બગડમ બગડમ બમ ભોલે...ગીત રજૂ કર્યું ત્યારે ઉપસ્થિત ઓડિયન્સ ઝુમી ઉઠ્યું હતું. કૈલાસ ખેરના પહાડી અવાજ અને સુરોના તાલ સાથે લોકો સંગીતના સુરોમાં રંગાયા હતા.
મને ગર્વનો અનુંભવ થાય છે
 કૈલાસ ખેરે કૈલાસા બેન્ડ સાથે અદભૂત ગીતો પ્રસ્તુત કરતી વખતે કહ્યું કે સુરક્ષા ફોર્સ અને પોલીસ પરિવાર અહીં હાજર છે. ત્યારે મને ગર્વનો અનુંભવ થાય છે.  કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા  તમામ લોકો શાંત રહીને મને સાંભળી રહ્યા છે એ રોમાંચક અનુભવ છે. કૈલાસ ખેરે ઉપસ્થિત જનમેદની સાથે સીધો સંવાદ કરતાં કહ્યું કે હું  સંતો વચ્ચે રહ્યુો, ગુરુકુલમાં ભણ્યો અને આલ્બમ બનાવવા મુંબઇ આવ્યો. પહેલા જીંગલ ગાયું અને ત્યારબાદ જેમણે મારું આલ્બમ રીજેક્ટ કર્યું તેમનો ફોન આવ્યો અને ત્યારબાદ મારી સફર શરુ થઇ.
ઓડિયન્સ પણ કૈલાસ ખેર સાથે સાથે  ગીત ગણગણતું જોવા મળ્યું
કાર્યક્રમમાં  કૈલાસ ખેરે  જેવું તોબા તોબા એ તેરી સુરત...ગીત ગાયું કે હાજર લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.  ઓડિયન્સ ઝુમી ઉઠ્યું હતું. કૈલાસ ખેરે પોતાનું જાણીતું ગીત કેસે બતાયે કી તુજે.....તુ જાને ના...ગીત પણ ગાયું હતું જે લોકોને ખુબ પસંદ આવ્યું અને આ ગીતની અસર એવી હતી કે  ઓડિયન્સ પણ કૈલાસ ખેર સાથે સાથે આ ગીત ગણગણતું જોવા મળ્યું હતું.
દેખો દેખો કૌન આયા..ગીત રજૂ કરતાં લોકો રોમાંચીત
કૈલાસ ખેરે ભારત માતાની વંદના કરવાની સાથે  વંદે માતરમ રજૂ કર્યું હતું જેમાં ઓડિયન્સ પોતાની ખુરશી પરથી ઉભુ થઇ ગયું હતું. કૈલાસ ખેરનું  બાહુબલીનું  દેખો દેખો કૌન આયા..ગીત રજૂ કરતાં લોકો રોમાંચીત થઇ ગયા હતા.
તેરી દિવાની ગીત સાંભળી લોકો ખુશ થઇ ગયા
આ ઉપરાંત  ક્યા કભી અંબર સે સુર્ય બિછડતા હે..ગીત સાંભળી લોકો ખુશ થઇ ગય હતા અને કૈલાસ ખેરની સાથે ઓડિયન્સ પણ તાલથી તાલ મિલાવી ગાતું જોવા મળ્યું હતું.  હો ગઇ મે મતવારી...ગીતથી લોકો વાહ વાહ બોલી ઉઠ્યા હતા. તેરી દિવાની ગીત સાંભળી લોકો ખુશ થઇ ગયા હતા.
યુવતીઓએ પણ કૈલાસ ખેર સાથે સ્ટેજ પર પહોંચીને ડાન્સ કર્યો
ઓડિયન્સમાંથી પણ  યુવતીઓએ પણ કૈલાસ ખેર સાથે સ્ટેજ પર પહોંચીને ડાન્સ કર્યો હતો. ત્યારબાદ લોકોએ મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટ ચાલું કરી હતી અને ભારતના દિવ્ય સપૂતોને અંજલિ અર્પી તેમના સેવાકાર્યોને બિરદાવ્યા હતા. સૈયા તુજે છુલે પ્યાર સે આરામ સે....ગીતથી લોકો ભાવવિભોર થઇ ગયા હતા.
Advertisement
Tags :
Advertisement

.