Rajkot ફરી થયું શર્મસાર! મામા એ જ 7 વર્ષની ભાણીને પીંખી નાંખી!
- Rajkot માં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ચકચાર
- યુનિવર્સિટી રોડ પર બાળકી સાથે મામાએ જ આચર્યું દુષ્કર્મ!
- પીડિતાની માતાએ આરોપીને ધરમનો ભાઈ બનાવ્યો હતો
રાજકોટમાંથી (Rajkot) મામા-ભાણીના સંબંધને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. ફરિયાદી સાથે કામ કરતા અને ધરમનો ભાઈ બનાવેલા શખ્સે બહેનની જ 7 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પીડિતાની માતાએ ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે સફાઈ કામદાર આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Junagadh : ખરેખર..! સામાન્ય બાબતમાં વનકર્મીઓએ IAS-IFS અધિકારીઓ સાથે કરી મારામારી!
યુનિ. રોડ પર બાળકી સાથે મામાએ જ આચર્યું દુષ્કર્મ!
રાજકોટમાં (Rajkot) ફરી એકવાર માનવીય સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, 4 નવેમ્બરનાં રોજ યુનિવર્સિટી રોડ પર 7 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના મામલે પીડિતાની માતાએ ફરિયાદ કરતા રાજકોટ પોલીસે કાર્યવાહી કરી સફાઈ કામદાર આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં આરોપ મુજબ, પીડિતાની માતા એક હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. જ્યાં દુષ્કર્મનો આરોપી પણ સફાઈ કામદાર તરીકે કામ કરે છે. બંને સાથે કામ કરતા હોવાથી પીડિતાની માતાએ આરોપી શખ્સને ધરમનો ભાઈ બનાવ્યો હતો.
આ પણ વાંચો - IPS Hasmukh Patel એ સક્રિય સેવાઓમાંથી આપ્યું રાજીનામું, જાણો કારણ!
પોલીસે દુષ્કર્મનાં આરોપીની ધરપકડ કરી
પરંતુ, ધરમનાં ભાઈએ જ બહેનની 7 વર્ષની માસૂમ દીકરી પર નજર બગાડી હતી. 4 નવેમ્બરનાં રોજ યુનિવર્સિટી રોડ (University Road) પર આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બાળકીએ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આથી, પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે આરોપીની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : લોધિકામાં વિદ્યાર્થીના આપઘાત મામલે આચાર્ય, બે શિક્ષકો વિરુદ્ધ મોટી કાર્યવાહી!