ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Madhya Pradesh : 'જીત ચોર કી..' લખીને તસ્કરોએ ફેંક્યો પોલીસને પડકાર

મધ્યપ્રદેશના સિવનીમાં તસ્કરોએ પોલીસને અનોખી રીતે પડકાર ફેંક્યો ચોરોએ બાઇકના શોરૂમનું તાળું તોડીને એક બાઇક અને રૂ. 50,000 રોકડાની ચોરી કરી ચોરી કરીને જતાં જતાં શટર પર લખ્યું હતું, 'જીત ચોર કી' Madhya Pradesh : મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના સિવનીમાં...
02:32 PM Oct 01, 2024 IST | Vipul Pandya
CHORI pc google

Madhya Pradesh : મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના સિવનીમાં ચોરોએ બાઇકના શોરૂમમાંથી બાઇક અને 50 હજાર રૂપિયાની રોકડ ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ચોરી બાદ શોરૂમના શટર પર 'જીત ચોર કી' લખેલું જોવા મળ્યું હતું. પોલીસનું કહેવું છે કે ચોરો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

ચોરોએ બાઇકના શોરૂમનું તાળું તોડીને એક બાઇક અને રૂ. 50,000 રોકડાની ચોરી કરી

મળતી માહિતી મુજબ ચોરીની આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી. ઘનસોર બ્લોકમાં, ચોરોએ બાઇકના શોરૂમનું તાળું તોડીને એક બાઇક અને રૂ. 50,000 રોકડાની ચોરી કરી હતી અને જતા સમયે શોરૂમના શટર પર 'જીત ચોરકી' લખેલું હતું. સવારે શોરૂમ માલિકે જોયું તો શોરૂમનું તાળું તૂટેલું હતું. આ પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો---UP ના સુલતાનપુરમાં વધુ એક એન્કાઉન્ટર, બાળકીની હત્યા કરનાર 3 ગુનેગારોને મારી ગોળી...

શટર પર લખ્યું હતું, 'જીત ચોર કી'

ચોરીની ઘટના શુક્રવારે સિવનીના ઘનસોર બ્લોકમાં આવેલા એક બાઇક શોરૂમમાં બની હતી. સવારે જ્યારે શોરૂમનો માલિક ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે શોરૂમનું તાળું તૂટેલું હતું, જ્યારે તેણે અંદર જઈને જોયું તો એક બાઇક અને રૂપિયા 50 હજાર ગાયબ હતા. ચોરીને અંજામ આપતી વખતે ચોરોએ પણ પડકાર ફેંક્યો હતો અને શટર પર લખ્યું હતું, 'જીત ચોરકી'

હવે પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે

રિપોર્ટ અનુસાર, શોરૂમ માલિકની ફરિયાદના આધારે પોલીસે ચોરો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ ચોરોને ઓળખવા માટે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે. આ મામલાની માહિતી આપતા ઘનસોર પોલીસે જણાવ્યું કે બાઇકના શોરૂમમાં ચોરીની માહિતી મળી હતી, જ્યાં ચોરોએ શોરૂમનું તાળું તોડીને બાઇકની ચોરી કરી હતી. ટૂંક સમયમાં ચોરો ઝડપાઈ જશે. આ માટે આસપાસના CCTV ફૂટેજને સ્કેન કરવા ઉપરાંત સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો---Rohtang : 56 વર્ષ પહેલા ક્રેશ થયેલા વિમાનના 4 મુસાફરના અવશેષ મળ્યા...

Tags :
ChallengeCrimeGujarat FirstMadhya Pradeshmadhya pradesh policeSiwinistealingthieves stole a bike
Next Article