Kyiv માં PM Modiએ હિન્દી ભાષાનો અભ્યાસ કરી રહેલા યુક્રેનિયન વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત
- Kyiv માં PM Modiવિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત
- એક વિદ્યાર્થીએ 'વંદે માતરમ' પણ ગાયું
- ભારત અને યુક્રેન વચ્ચે સારા સંબંધો
PM Modi Ukraine Visit:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)શુક્રવારે 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનની રાજધાની કિવમાં હિન્દી ભાષા(Hindi language)નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી(Students)ઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદી સાથે વાત કર્યા બાદ યુક્રેનિયન વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીએ 'વંદે માતરમ' પણ ગાયું હતું.
હિન્દી ભાષા શીખી રહેલા યુક્રેનિયન વિદ્યાર્થીઓ સાથે PM મોદીએ કરી ચર્ચા
PM નરેન્દ્ર મોદીએ આજે કિવમાં સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં હિન્દી ભાષા શીખી રહેલા યુક્રેનિયન વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓની પ્રતિભા અને બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર સમજણ વધારવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો -PM Modi Ukraine Visit: ઝેલેન્સ્કીના ખભે હાથ મૂકીને PMએ કરી વાત,જુઓ Video
યુક્રેનિયન વિદ્યાર્થીઓમાંથી એકે 'વંદે માતરમ' ગાયું
તેમણે ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસને યુક્રેનિયન લોકોની નજીક લાવવાના તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તો, હિન્દી ભાષા(hindi language)નો અભ્યાસ કરતા યુક્રેનિયન વિદ્યાર્થીઓમાંથી એકે 'વંદે માતરમ' ગાયું. તમને જણાવી દઈએ કે પીએમ મોદી સાથે વાત કર્યા બાદ યુક્રેનના એક વિદ્યાર્થીએ કહ્યું કે અમે પણ આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં વધુને વધુ લોકો હિન્દી ભાષા શીખશે.
આ પણ વાંચો -Viral Video: મહિલાએ હોસ્પિટલની બારીમાંથી આ રીતે ઉતાર્યો અવિસ્મરણીય Video, જોઈને ચોંકી જશો!
ભવિષ્યમાં વધુને વધુ લોકો હિન્દી ભાષા શીખતા હશે: PM Modi
PMModi સાથે વાત કર્યા બાદ વિદ્યાર્થીઓએ કહ્યું કે યુક્રેન માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ છે અને આ મીટિંગ બાદ સાબિત થશે કે ભારત અને યુક્રેન વચ્ચે સારા સંબંધો છે. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં વધુને વધુ લોકો હિન્દી ભાષા શીખતા હશે.
આ પણ વાંચો -Nepal : 40 ભારતીયોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 14ના મોત
અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે વડાપ્રધાન મોદીને મળીશું
PMModi સાથે મુલાકાત બાદ હિન્દી ભાષાનો અભ્યાસ કરી રહેલા યુક્રેનિયન વિદ્યાર્થીઓમાંથી એકે કહ્યું, 'અમે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છીએ... અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે વડાપ્રધાન મોદીને મળીશું. અમે આશા રાખીએ છીએ કે આ બેઠક પછી બધું સારું થઈ જશે.