Lawrence ના ઇન્ટરવ્યુએ 7 પોલીસ અધિકારીનો ભોગ લીધો
- જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ઈન્ટરવ્યુનો મામલો
- પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી
- પોલીસે ડીએસપી ગુરશેર સંધુ અને સમ્મેર વનીત સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા
Interview of Gangster Lawrence Bishnoi : જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ઈન્ટરવ્યુ (Interview of Gangster Lawrence Bishnoi)ના સંદર્ભમાં પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ડીએસપી ગુરશેર સંધુ અને સમ્મેર વનીત સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ મીડિયામાં બતાવવામાં આવ્યો હતો. આને લઈને સરકાર અને પોલીસની ઘણી ટીકા થઈ હતી.
આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
પંજાબના ગૃહ સચિવના શુક્રવારે જારી કરાયેલા આદેશ અનુસાર, એસપી ગુરશેર સિંહ સંધુ, ડીએસપી સમર વનીત, સબ-ઇન્સ્પેક્ટર રીના (સીઆઇએ ખરર), સબ-ઇન્સ્પેક્ટર જગતપાલ જંગુ, સબ-ઇન્સ્પેક્ટર શગનજીત સિંહ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર મુખત્યાર સિંહ અને હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ખાનગી ટીવી ચેનલ પર બિશ્નોઈનો ઈન્ટરવ્યુ પ્રસારિત થયો હતો
ગૃહ સચિવના આદેશમાં એસઆઈટીના અહેવાલને ટાંકવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે ખાનગી ટીવી ચેનલ પર પ્રસારિત થયેલ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ 3 અને 4 સપ્ટેમ્બર, 2022 ની વચ્ચેની રાત્રે વીડિયો કોન્ફરન્સ દ્વારા લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે માર્ચમાં એક ખાનગી ન્યૂઝ ચેનલે બિશ્નોઈના બે ઈન્ટરવ્યુ પ્રસારિત કર્યા હતા. પ્રથમ મુલાકાત સીઆઈએ (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સ્ટાફ, ખરર, જે એસએએસ નગર, મોહાલીના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, ખાતે લેવામાં આવી હતી.
આ પણ વાંચો----Lawrence ની ગેંગમાં સામેલ થવા આ કડક શરતનું કરવું પડે છે પાલન...
Punjab | 7 policemen including DSPs Gursher Sandhu and Sammer Vaneet suspended - in connection with an interview of gangster Lawrence Bishnoi while in incarceration. pic.twitter.com/yvlvN0mDUv
— ANI (@ANI) October 26, 2024
બિશ્નોઈ જયપુર સેન્ટ્રલ જેલમાં બંધ હતો ત્યારે બીજી મુલાકાત
જ્યારે બિશ્નોઈ જયપુર સેન્ટ્રલ જેલમાં બંધ હતો ત્યારે બીજી મુલાકાત લેવામાં આવી હતી. જુલાઇમાં, SITએ કેદીઓ દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગ સાથે સંબંધિત એક સુઓ મોટો કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તમને જણાવી દઈએ કે બિશ્નોઈ 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં આરોપીઓમાંથી એક છે.
ઇન્ટરવ્યુ અંગે નોટિસ જારી
સપ્ટેમ્બર 2024માં પોલીસ કસ્ટડીમાં રહેલા લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ જાહેર થયો હતો. આ અંગે પંજાબ સરકારે એસએસપી, એસપી, ડીએસપી અને સીઆઈએ ઈન્ચાર્જને નોટિસ પાઠવી હતી. તેમને સાત દિવસમાં શા માટે ચાર્જશીટ ન કરવામાં આવે તે અંગે ખુલાસો કરવા કહેવામાં આવ્યું હતું. પંજાબ સરકારે 24 સપ્ટેમ્બરે હાઈકોર્ટને આ માહિતી આપી હતી. ત્યારે આ કેસમાં અધિકારીઓને સજા થાય તેવી શક્યતાઓ હતી.
SITની રચના કરવામાં આવી હતી
આ સાથે લોરેન્સ બિશ્નોઈના આ ઈન્ટરવ્યુને લઈને હાઈકોર્ટના આદેશ પર SITની પણ રચના કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ બાદ એસઆઈટીએ બંને ઈન્ટરવ્યુ અંગે બે અલગ-અલગ એફઆઈઆર નોંધી હતી. તપાસ બાદ એસઆઈટીએ જણાવ્યું હતું કે એક ઈન્ટરવ્યુ ખરર સીઆઈએ પોલીસ સ્ટેશનમાં જ્યારે બીજો ઈન્ટરવ્યુ જયપુર સેન્ટ્રલ જેલમાં લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો----આ નેતાએ Lawrence Bishnoi ને આપ્યો ખૂલ્લો પડકાર, કહ્યું- 24 કલાકમાં આખી ગેંગ...