Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bijnor : પતિની ઇચ્છા પૂરી કરવા પત્નીએ પ્રાઇવેટ પાર્ટમાં......

જેલમાં રહેલા પતિની ઇચ્છા પૂરી કરવા પત્નીએ સાહસ ખેડ્યું મહિલા પોતાના પ્રાઇવેટ પાર્ટમાં હશીશ છુપાવી જેલમાં પહોંચી સુરક્ષા કર્મીઓને શંકા જતા તલાશીમાં હશીશ મળ્યું પતિની ઇચ્છા પુરી કરવા જતાં પત્ની પણ હવે જેલમાં Bijnor : ઉત્તર પ્રદેશના બિજનૌર (...
bijnor   પતિની ઇચ્છા પૂરી કરવા પત્નીએ પ્રાઇવેટ પાર્ટમાં
  • જેલમાં રહેલા પતિની ઇચ્છા પૂરી કરવા પત્નીએ સાહસ ખેડ્યું
  • મહિલા પોતાના પ્રાઇવેટ પાર્ટમાં હશીશ છુપાવી જેલમાં પહોંચી
  • સુરક્ષા કર્મીઓને શંકા જતા તલાશીમાં હશીશ મળ્યું
  • પતિની ઇચ્છા પુરી કરવા જતાં પત્ની પણ હવે જેલમાં

Bijnor : ઉત્તર પ્રદેશના બિજનૌર ( Bijnor) થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલમાં બંધ પતિની ડ્રગ્સ લેવાની આદતે પત્નીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. જેલમાં છૂપી રીતે ચરસ લઈ જતી પત્નીની પોલીસે ધરપકડ કરી હતી. પતિના કારણે હવે પત્ની પણ તેની જેમ જેલમાં ગઈ છે. આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

પ્રાઈવેટ પાર્ટમાં આઠ ગ્રામ હશીશ છુપાવ્યું

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાનો પતિ ડ્રગ્સનો બંધાણી હતો. તેણે તેની પત્ની પાસે ચરસની માંગણી કરી હતી. આવી સ્થિતિમાં જ્યારે પત્ની તેને મળવા જેલમાં ગઈ ત્યારે તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં આઠ ગ્રામ હશીશ છુપાવ્યું હતું અને ત્યારબાદ તે જેલમાં ગઇ ત્યારે અન્ય લોકોની જેમ તેની પણ સુરક્ષા કર્મીઓએ તપાસ કરી હતી.

પ્રાઇવેટ પાર્ટમાંથી હશીશ મળી

જો કે શંકાસ્પદ જણાતા સુરક્ષા માટે તૈનાત મહિલા પોલીસકર્મીઓએ મહિલાને રોકી હતી અને તલાશી દરમિયાન તેના પ્રાઇવેટ પાર્ટમાંથી હશીશ મળી આવી હતી, ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો-----Murder Mystery : ઘરમાં પડેલી 5 લાશ...કાતિલ કોણ....?

ડ્રગ્સની ઇચ્છા પૂરી કરવા માટે તેણે તેની પત્ની અલ્મિનાને પણ જેલમાં મોકલી દીધી

પોલીસે કહ્યું કે અમરોહાના હસનપુરનો રહેવાસી ગુલશેર એક અપરાધિક કેસમાં છેલ્લા ઘણા દિવસોથી બિજનૌર જેલમાં બંધ છે. ગુલશેર ડ્રગ એડિક્ટ છે અને તે હશીશનું સેવન કરે છે. વ્યસન એવું છે કે જેલમાં પણ ડ્રગ્સ વિના તેનાથી જીવી શકાતું નથી. ડ્રગ્સની ઇચ્છા પૂરી કરવા માટે તેણે તેની પત્ની અલ્મિનાને પણ જેલમાં મોકલી દીધી.

Advertisement

અલ્મિના તેના પતિને જેલમાં મળવા આવી

કારણ કે, જ્યારે પણ અલ્મિના તેને જેલમાં મળવા આવતી ત્યારે તે હશિશ લાવવાની માંગ કરતો હતો. પહેલા તો અલ્મિના નારાજ રહી પરંતુ જ્યારે દબાણ વધ્યું તો તે ડ્રગ્સ જેલમાં પહોંચાડવા તૈયાર થઈ ગઈ. બે દિવસ પહેલા અલ્મિના તેના પતિને જેલમાં મળવા આવી હતી. આ સમય દરમિયાન, તે તેના પ્રાઇવેટ પાર્ટમાં લગભગ 8 ગ્રામ હશીશ સાથે જેલમાં પ્રવેશી રહી હતી.

અલ્મિના પાસેથી એક બંડલ ચરસ મળી આવ્યુ

પરંતુ જ્યારે સુરક્ષા માટે તૈનાત મહિલા પોલીસકર્મીઓએ જેલની અંદર જતા પહેલા તેની તલાશી લીધી તો તેમને શંકા ગઈ. બાદમાં, તપાસ કરતાં, અલ્મિના પાસેથી એક બંડલ ચરસ મળી આવ્યુ હતું. આ જોઈને જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. અલ્મિનાને તાત્કાલિક કસ્ટડીમાં લઈ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તેને જેલમાં મોકલી આપી હતી. આ રીતે પતિના નશાની લતે પત્નીને NDPS એક્ટ હેઠળ જેલમાં રહેવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો---- love: એક પતિ ભારતમાં, એક પાકિસ્તાનમાં, પોતે જેલમાં....

Tags :
Advertisement

.