Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad News : નારણપુરાની આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી ઉભા કરી કૌભાંડ આચરાયું

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ની નારણપુરા વિસ્તારની અમદાવાદ કોર્પોરેશન સંચાલીત આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી દર્શાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આંગણવાડીમાં 22માંથી 10 બાળકોની ખોટી એન્ટ્રી દર્શાવાઇ છે અને આ ખોટી એન્ટ્રી થકી બારોબાર રાશનકિટ મેળવી લેવાઇ છે. સોશિયલ મીડિયામાંથી અન્ય બાળકોના...
08:55 AM Jan 28, 2024 IST | Vipul Pandya
AANGANWADI NARANPURA

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ની નારણપુરા વિસ્તારની અમદાવાદ કોર્પોરેશન સંચાલીત આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી દર્શાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આંગણવાડીમાં 22માંથી 10 બાળકોની ખોટી એન્ટ્રી દર્શાવાઇ છે અને આ ખોટી એન્ટ્રી થકી બારોબાર રાશનકિટ મેળવી લેવાઇ છે. સોશિયલ મીડિયામાંથી અન્ય બાળકોના ફોટા મેળવીને ઓનલાઇન પોર્ટલમાં ભૂતિયા બાળકો દર્શાવવામાં આવ્યા છે. સરપ્રાઇઝ તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

ભૂતિયા લાભાર્થી દર્શાવવાના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ચામુંડા નગર વસાહત સ્થિત આંગણવાડીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ભૂતિયા લાભાર્થી દર્શાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં આંગણવાડીમાં 22માંથી 10 બાળકોની ખોટી એન્ટ્રી કરવામાં આવ્યા બાદ આ ખોટી એન્ટ્રી થકી બારોબાર રાશનકીટ મેળવી લેવાઈ છે. 10 બાળકોની ખોટી એન્ટ્રી થઇ હતી જેમાં 8 બાળકો વિસ્તારના અને 2 બાળકો સ્થળાંતર થયેલા હતા.

સોશિલ મીડિયામાંથી કુપોષિત બાળકોના ફોટા મેળવીને ઓનલાઇન પોર્ટલમાં અપલોડ કરાયા

ઓનલાઈન પોર્ટલમાં ખોટી રીતે બાળકોના નામ દર્શાવામાં આવ્યા છે અને સોશિલ મીડિયામાંથી કુપોષિત બાળકોના ફોટા મેળવીને ઓનલાઇન પોર્ટલમાં અપલોડ કરાયા છે. અપરણિત મહિલાને બાળક હોવાનું જણાવી રેશનકીટ મેળવવામાં આવી છે. સમગ્ર મામલે મનપા સંચાલિત આંગણવાડી વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. આંગણવાડીના કાર્યકર મિત્તલ દેસાઈએ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

મનપાના આંગણવાડી વિભાગ દ્વારા નોટિસ

આ મામલે મનપાના આંગણવાડી વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. આંગણવાડીમાં ભારે લોલમલોલ ચાલી રહ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સુત્રોએ કહ્યું કે ચામુંડા વસાહતમાં ફરજ બજાવતી મિત્તલ દેસાઇ નામની મહિલા કાર્યકર છેલ્લા એક મહિનાથી કોઇ પણ જાણ કર્યા વગર ફરજ પર ગેરહાજર રહી હતી. હવે તેમને નોકરીમાંથી છૂટા કરવાની પ્રક્રિયા શરુ કરાઇ છે.  સમગ્ર મામલે તપાસ પણ શરુ કરી દેવાઇ છે.

આ પણ વાંચો----KUTCH NCOPOSC CONFERENCE: કોટેશ્વરમાં ‘નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન’ નો થયો પ્રારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAnganwadifalse beneficiaryNaranpuraScam
Next Article