ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"મારો પરિવાર નરભક્ષી હતો અને એટલે મે મારી નાંખ્યો"..ચોંકાવનારી ઘટના

અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 18 વર્ષના યુવકે પોતાના જ પરિવારની હત્યા કરી નાખી. આ યુવકનો દાવો છે કે તેના પરિવારના સભ્યો નરભક્ષી હતા અને તેને ખાઈ જવાના હતા. માર્યા ગયેલા લોકોમાં યુવકના માતા-પિતા અને...
04:54 PM May 27, 2023 IST | Vipul Pandya
અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 18 વર્ષના યુવકે પોતાના જ પરિવારની હત્યા કરી નાખી. આ યુવકનો દાવો છે કે તેના પરિવારના સભ્યો નરભક્ષી હતા અને તેને ખાઈ જવાના હતા. માર્યા ગયેલા લોકોમાં યુવકના માતા-પિતા અને એક મોટી બહેન અને પાંચ વર્ષનો ભાઈનો સમાવેશ થાય છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર આ ઘટનાને અંજામ આપનાર યુવકનું નામ સીઝર ઓલાલ્ડે છે.
ઘરમાં મૃતદેહો જોવા મળ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે તેમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ તેના પરિવારને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ સાથે તે પોતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે સીઝરે પોતાને ઘરમાં બંધ કરી દીધો હતો અને અંદર ઘણા લોકોના મૃતદેહો પડ્યા હતા. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં ઓલાલ્ડેએ પોલીસને જણાવ્યું કે તેણે તેના પરિવારના સભ્યોને ગોળી મારી હતી. ત્યારબાદ પોલીસે તેના માતા-પિતા રિબેન ઓલાલ્ડે અને આઈડા ગાર્સિયા, મોટી બહેન લિસ્બેટ ઓલાલ્ડે અને નાના ભાઈ ઓલિવર ઓલાલ્ડેના મૃતદેહ બાથરૂમમાંથી બહાર કાઢ્યા હતા.
ગોળી મારી હત્યા
જ્યારે યુવકની માતા લાંબા સમય સુધી કામ પર ન પહોંચી ત્યારે તેનો એક સાથીદાર કારણ પૂછવા ઘરે પહોંચ્યો હતો. અહીં શંકાસ્પદ વ્યક્તિએ બંદૂક બતાવીને તેનો રસ્તો રોક્યો હતો. યુવકે કહ્યું કે તેણે તેના પરિવારની હત્યા કરી કારણ કે તેઓ નરભક્ષી હતા અને તેને મારીને ખાવાના હતા. પોલીસના નિવેદન મુજબ, એવું લાગે છે કે તે બધાને ઘરના જુદા જુદા ભાગોમાં ગોળી મારવામાં આવી હતી. આ પછી તેઓને ખેંચીને બાથરૂમમાં લઈ ગયા. આ સિવાય ઘરમાં અલગ-અલગ જગ્યાએ ગોળીઓ વેરવિખેર થઈ ગઈ હતી. તેમજ લોહીના નિશાન પણ હતા.
આ પણ વાંચો----કોકેનનું સેવન કરે છે ઇમરાન ખાન, ચોંકાવનારો આરોપ
Tags :
AmericafamilyMurder
Next Article