Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ભગવાન ગણેશે શહેરના લોકોને કાયદાનું ભાન કરાવ્યું અને હેલ્મેટ પણ પહેરાવ્યા...

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ સમગ્ર દેશમાં અકસ્માતથી થતા મોતમાં 50% કરતા વધારે મોત ટુ વ્હીલર્સ ચાલકોના થતા હોય છે. જેમાં સૌથી વધારે મોત હેલ્મેટ ના પહેરવાને લઈને થતા હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેર ટ્રાફિક વિભાગની ટીમે ટ્રાફિકના નિયમો અંગે જાગૃકતા...
ahmedabad   ભગવાન ગણેશે શહેરના લોકોને કાયદાનું ભાન કરાવ્યું અને હેલ્મેટ પણ પહેરાવ્યા
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ
સમગ્ર દેશમાં અકસ્માતથી થતા મોતમાં 50% કરતા વધારે મોત ટુ વ્હીલર્સ ચાલકોના થતા હોય છે. જેમાં સૌથી વધારે મોત હેલ્મેટ ના પહેરવાને લઈને થતા હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેર ટ્રાફિક વિભાગની ટીમે ટ્રાફિકના નિયમો અંગે જાગૃકતા ફેલાવવા માટે ગણપતિ બાપ્પા તરફથી વાહન ચાલકોને હેલ્મેટ આપવા માટે આવ્યા હતા.
હેલ્મેટ વિના વાહન ચલાવનારને ગણપતિ બાપ્પાએ વિનામૂલ્યે હેલ્મેટ આપ્યા
વર્ષ 2021માં 4 લાખ કરતા વધારે રોડ અકસ્માત થયા છે અને વર્ષ 2022માં 6 લાખ કરતા વધારે રોડ અકસ્માત થયા હતા અને જેમાં સૌથી વધારે બાઈક ચાલકોના મોત થયા હતા જેમાં સૌથી વધુ હેલ્મેટના પહેરવાના કારણે અકસ્માતમાં મોત થયા હતા. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમે  ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તેવા વાહન ચાલકોને હેલ્મેટ આપીને નિયમો સમજાવ્યા હતા. ગણપતિ બાપ્પાએ શહેરીજનોને ટ્રાફિક નિયમનના પાઠ શીખવ્યા હતા. જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવનારને ગણપતિ બાપ્પાએ વિનામૂલ્યે હેલ્મેટ આપ્યા હતા. ઢોલ-નગારા સાથે શહેરીજનોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ જેનો લોકોએ પણ ખુબ સાથ અને સહકાર આપ્યો હતો.
 ટ્રાફિક પોલીસે ભગવાન ગણેશનો વેશ ધારણ કર્યો 
અમદાવાદના હેબતપુર ચાર રસ્તા નજીક શહેર ટ્રાફિક વિભાગના અધિકારીઓ ભગવાન ગણેશના વેશ ધારણ કરીને શહેરના લોકો જે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેવા લોકોને રસ્તા પર ઉભા રાખીને હેલ્મેટ પહેરાવી અને બેનરો સાથેના લખાણો જે લખ્યા હતા તે બતાવી અને હવે ટ્રાફિકના નિયમો નહિ તોડે તેવી બાંહેધરી લઈને હેલ્મેટ આપીને જવા દેવામાં આવ્યા હતા. બીજી તરફ ભગવાન ગણેશનો વેશ ધારણ કરનાર ટ્રાફિક વિભાગના PSI પણ નિયમો પાલન કરવા સૂચન કરી રહ્યા હતા.. તેમણે તેમ પણ જણાવ્યું હતું કે વાહન હંમેશા ધીમે ચલાવો અને સાથે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.
પોલીસનો નવતર પ્રયોગ 
ટ્રાફિક પશ્ચિમના DCP નીતા દેસાઈએ જણાવ્યું હતું કે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે કે ભગવાન ગણેશ શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માત ઘટે તે હેતુથી આ પ્રકારે આયોજન કર્યું હતું. આગામી સમયમાં શહેરમાં આવેલા ગણેશ પંડાલમાં પણ બેનરો લગાવામાં આવશે. જેમાં ભગવાન ગણેશ હેલ્મેટ પહેરીને એક્ટિવા પર જતા હોય તેવા બેનરો લગાવવામાં આવશે અને તેમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.