Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

મંડળ પ્રમુખોની નિમણુકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડો નક્કી થશે
gujarat ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા
Advertisement
  • પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળશે મહત્ત્વની બેઠક મળી
  • જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂકને લઈ મંથન
  • મંડળ પ્રમુખોની નિમણુકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે

Gujarat ભાજપ (BJP) સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્ત્વની બેઠક મળી છે. તેમાં જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂકને લઈ મંથન થઇ રહ્યું છે. તથા મંડળ પ્રમુખોની નિમણુકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડો નક્કી થશે. તેમજ નિયુક્ત કરાયેલ સંગઠનના ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે.

10 જાન્યુઆરી સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં પ્રમુખોની નિમણુક કરાશે

શહેર જિલ્લા પ્રમુખની નિમણુકને લઈ બેઠકમાં ચર્ચા થઇ છે. તેમજ નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ સેન્સ માટે જશે. તેમાં 4 અને 5 જાન્યુઆરીના જિલ્લાઓમાં સેન્સ લેવાશે. તથા 5 જાન્યુઆરી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. 4 અને 5 જાન્યુઆરીના સેન્સ પ્રકિયા બાદ 6 જાન્યુઆરીના કમલમ ખાતે બેઠક મળશે. તથા પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા 3 વખત સક્રિય સભ્ય હોવા જરૂરી છે. તેમજ વય મર્યાદાને લઈ કોઈ જડતા ન રાખવા સંગઠન મહા મંત્રીની ટકોર છે. વાવ - થરાદ અને બનાસકાંઠાનાં જિલ્લા પ્રમુખો મુદ્દે પણ બેઠકમાં નિર્ણય લેવાશે. શહેર અને જિલ્લાને લક્ષમાં રાખી જાતિગત સમીકરણ પણ લક્ષમાં રખાશે તેમજ 10 જાન્યુઆરી સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં પ્રમુખોની નિમણુક કરાશે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: વક્ફ બોર્ડના નામે દુકાનો દાદાગીરીથી ખાલી કરાવવાનો મામલો ઉગ્ર બન્યો

Advertisement

45 વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા થઈ હતી

ગુજરાત ભાજપ (BJP) ના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થોડા દિવસ પહેલા પણ બેઠક મળી હતી. જેમાં અનેક ચર્ચાતા મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ખાસ કરીને ભાજપ (BJP) ના મંડળ પ્રમુખ માટે 45 વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા થઈ હતી. જેમાં વયમર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી કે 45 વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવવો. સક્રિય સભ્ય બાબતે વ્યવહારુ રહેવા માટે સૂચના આપી હતી. સાથે જ પાર્ટીનો સભ્ય હોય અને કામ કરતા હોય તેને પ્રાથમિકતા આપવા માટે બેઠકમાં સૂચના અપાઈ હતી.

આ પણ વાંચો: Gujarat: BZ Groupના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે સોશિયલ મીડિયાના સહારે

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Himachal Pradesh : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર હુમલો, બદમાશોએ કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ , હાલત ગંભીર

featured-img
ગુજરાત

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
રાષ્ટ્રીય

Bihar : ઝાડ પર લટકતી હતી પુત્રની લાશ, જોઈને પરિજનો ચોંકી ગયા, પોલીસને કહ્યું- સાહેબ, આ હત્યા છે

featured-img
ગુજરાત

VADODARA : સ્કૂલ એડમિનિસ્ટ્રેટરની ઐતિહાસીક 50 કિમીની સાયકલ રાઇડ પૂર્ણ

featured-img
રાષ્ટ્રીય

ગેંગસ્ટર અમન સાહુના એન્કાઉન્ટર પર લોરેન્સના ભાઈ અનમોલે કરી પોસ્ટ, લખ્યું, 'બધાનો હિસાબ જલ્દી જ થશે'

×

Live Tv

Trending News

.

×