Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ADITYA-L1 ને લઈને સામે મહત્વના સમાચાર, અવકાશમાં ભારતનું વર્ચસ્વ વધશે

ADITYA-L1: ભારતનો અત્યારે અંતરિક્ષમાં સતત દબદબો વધી રહ્યો છે. ભારતને એક પછી એક મિશન અવકાશમાં છોડ્યા છે. નોંધનીય છે કે, સૂર્યનો અભ્યાસ કરવા માટે પણ ભારતે ADITYA-L1 નામનું મિશન મુકેલું છે. ADITYA-L1ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂર્યના...
aditya l1 ને લઈને સામે મહત્વના સમાચાર  અવકાશમાં ભારતનું વર્ચસ્વ વધશે

ADITYA-L1: ભારતનો અત્યારે અંતરિક્ષમાં સતત દબદબો વધી રહ્યો છે. ભારતને એક પછી એક મિશન અવકાશમાં છોડ્યા છે. નોંધનીય છે કે, સૂર્યનો અભ્યાસ કરવા માટે પણ ભારતે ADITYA-L1 નામનું મિશન મુકેલું છે. ADITYA-L1ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂર્યના કિરણોને સમજવા માટે મુકેલા ADITYA-L1 ને લઈને ઇસરોએ મહત્વની વિગત આપી છે. ઈસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વડા એસ. સોમનાથે રવિવારે કહ્યું હતું કે દેશની પ્રીમિયર સ્પેસ રિસર્ચ એજન્સીનું આદિત્ય-એલ (1) સોલાર મિશન સૂર્ય વિશે સતત ડેટા મોકલી રહ્યું છે. જ્વેલરી કંપની પીસી ચંદ્ર ગ્રૂપ દ્વારા વિશેષ પુરસ્કારથી સન્માનિત થયા બાદ સોમનાથે કોલકાતામાં પત્રકારોને જણાવ્યું હતું કે અવકાશયાનના ઘણા સાધનો ઘણા પાસાઓ પર ડેટા ફીડ કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

Advertisement

અમે સૂર્યનો સતત અભ્યાસ કરી રહ્યા છીએઃ સૂર્ય મિશન

સુર્ય મિશન પર વધારે જાણકારી આપતા ઇસરોના પ્રમુખ સોમનાથે કહ્યું કે, ‘અમે સૂર્યનો સતત અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં અલ્ટ્રાવાયોલેટ મેગ્નેટિક ચાર્જની ગણતરી, કોરોના ગ્રાફ ઓબ્ઝર્વેશન, એક્સ-રે ઓબ્ઝર્વેશન અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.’ તમને જણાવી દઈએ કે, ભારતનું સૌથી પહેલુ સૌર મિશન યાન ADITYA-L1 2 ડિસેમ્બર 2023 નો રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતું.

સોમનાથે મિશન અંગે આપી ખાસ જાણકારી

ઈસરોના ચીફ સોમનાથે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘અમે આ ઉપગ્રહને પાંચ વર્ષ માટે રાખીએ છીએ અને પ્રાપ્ત ગણતરીઓનું લાંબા ગાળાના માપ તરીકે વિશ્લેષણ કરવામાં આવશે. તે તમારા તાત્કાલિક સમાચાર જેવું નથી કે આજે સૂર્ય વિશે કંઈક અહેવાલ છે, કાલે કંઈક બીજું થશે, વસ્તુઓ દરરોજ બદલાતી રહેશે.’ તમણે કહ્યું કે, તમામ ગણતરીઓ હવે કરવામાં આવશે પરંતુ પરિણામ પછી ખબર પડશે.

Advertisement

ઇસરોએ ભારતને ખુબ જ નામના અપવી

નોંધનીય છે કે, આ મિશન સૂર્ય ગ્રહણ પર અભ્યાસ કરી શકશે કે કેમ? તેના વિશે જાણકારી આપતા સોમથાને કહ્યું કે, ‘જ્યારે સૂર્ય ચંદ્ર દ્વારા અવરોધિત થાય છે ત્યારે ગ્રહણ થાય છે. સ્વાભાવિક રીતે, અમારું મિશન ગ્રહણ પહેલાં, દરમિયાન અને પછી સૂર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરી રહ્યું છે.’ ઉલ્લેખનીય છે કે, ઇસરો અત્યારે ખુબ જ વિકસિત થઈ ગયું છે. ઇસરોએ ભારતને ખુબ જ નામના અપવી છે.

આ પણ વાંચો: ISRO : ઈસરોની વધુ એક સફળતા,132 દિવસ પછી Aditya-L1 થયું સક્રિય

આ પણ વાંચો: ISRO Chief: Aditya-L1 ની સફળતા પર S Somanath નું નિવેદન

આ પણ વાંચો: Aditya-L1ને લઈને ISRO અધ્યક્ષ એસ.સોમનાથે શું કહ્યું

Advertisement
Tags :
Advertisement

.