ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RAAHOVAN ના નામે RAMAYAN ની ફરી મજાક કરાઇ, IIT BOMBAY ના વિધાર્થીઓને 1.20 લાખ રૂપિયાનો દંડ

IIT BOMABY PLAY : આર્ટના નામે નાટકોમાં, ગીતોમાં અને ફિલ્મોમાં ઘણી વખત દેવી - દેવતાઓનું અપમાન કરાતું હોય છે. હવે IIT BOMABY માંથી આવો જ કિસ્સો વધુ એક વખત સામે આવ્યો છે. માર્ચમાં IIT BOMABY માં આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં...
12:22 PM Jun 20, 2024 IST | Harsh Bhatt

IIT BOMABY PLAY : આર્ટના નામે નાટકોમાં, ગીતોમાં અને ફિલ્મોમાં ઘણી વખત દેવી - દેવતાઓનું અપમાન કરાતું હોય છે. હવે IIT BOMABY માંથી આવો જ કિસ્સો વધુ એક વખત સામે આવ્યો છે. માર્ચમાં IIT BOMABY માં આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ 'રાહોવન' નામનું નાટક રજૂ કરીને માતા સીતા અને ભગવાન રામની મજાક ઉડાવી હતી. નાટક પછી, વિદ્યાર્થીઓના એક વર્ગે વિરોધ કર્યો હતો. હવે આ વિધાર્થીઑ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

રાહોવનના નામે રામાયણનું કરાયું અપમાન

સમગ્ર ઘટના એમ છે કે, IIT BOMBAY ખાતે પરફોર્મિંગ આર્ટ ફેસ્ટિવલના ભાગ રૂપે "રાહોવન" નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટક રામાયણ ઉપર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ નાટકમાં રામાયણના પાત્રો જેવા કે ભગવાન શ્રી રામ અને માતા સીતાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ નાટકમાં ભગવાન રામના ચિત્રણ દરમિયાન તેમની કથિત રીતે ટીકા કરવામાં આવી હતી. એટલું જ નહીં આ નાટકમાં ફેમિનિસમના નામ ઉપર માતા સીતાનું પણ અપમાન કરવામાં આવ્યું હતું.આ નાટકમાં નારીવાદના મુદ્દાને રજૂ કરતો રામ સીતાનો સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો. કથિત રીતે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, રામ અને સીતા વચ્ચેની વાતચીતમાં તથ્યોને સાથે છેડછાડ કરવામાં આવી છે અને ઘણી વિવાદાસ્પદ વાતો કહેવામાં આવી છે.

નાટકમાં દર વખતની જેમ આ વખતે પણ રાવણના કાર્યોને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ

વધુમાં આ નાટકમાં એવું પણ દર્શાવવામાં આવ્યું હતું કે, રામ સીતા પર બળનો ઉપયોગ કરે છે. વધુમાં સીતા રાવણ વિશે કહે છે કે, તે એક વાસ્તવિક માણસ છે. વળી, આવો માણસ આજ સુધી આ કુળમાં ક્યારેય જોવા મળ્યો નથી. સીતા કહેતી જોવા મળે છે કે સારું થયું કે ઘોડો તેને ત્યાં લઈ ગયો. આ નાટકમાં દર વખતની જેમ આ વખતે પણ રાવણના કાર્યોને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વિધાર્થીઓને ફટકારાયો 1.20 લાખ રૂપિયાનો દંડ

સમગ્ર વિવાદ અંગે હજી સુધી IIT BOMABY એ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે શિસ્ત સમિતિએ 8 મેના રોજ બેઠક બોલાવી હતી. 4 જૂનના રોજ પ્રશાસને વિદ્યાર્થી પર દંડની નોટિસ ફટકારી હતી. જે વિદ્યાર્થીને સજા ફટકારવામાં આવી છે તેણે પણ શિસ્ત સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થી સાથેની બેઠકમાં તેમનો પક્ષ સાંભળવામાં આવ્યો હતો. આ પછી હવે આ સજાની જાહેરાત કરવામાં આવી છે. 4 વિદ્યાર્થીઓ પર 1.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અન્ય ચાર સ્નાતક વિદ્યાર્થીઓને 40,000 રૂપિયાનો દંડ ભરવા અને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : NEET માં Cheat કરતા માસ્ટરમાઈન્ડની કબૂલાત, આ ભાવે વેચ્યું વિદ્યાર્થીઓનું ભવિષ્ય

Tags :
iitIIT BombayINDIAN HISTORYLord Rammata sitaplayRAAHOVANRAAHOVAN PLAYramayanRAMAYAN INSULTStudents
Next Article