Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL ની ફાઈનલ જોવા જવાના છો તો જરા આ વાંચીને જજો, અંબાલાલ પટેલે કરી છે આ આગાહી

રવિવારે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો IPL ની ફાઈનલ જોવા પહોંચ્યા ત્યારે તેમને કોઇ અંદાજો પણ નહોતો કે મેચમાં વરસાદ એવુ વિઘ્ન લાવશે કે તેને રદ્દ કરવી પડશે. જોકે, રવિવારે ન રમાયેલી ફાઈનલ મેચ આજે સોમવારના રોજ સાંજે રમાશે. ક્રિકેટ...

રવિવારે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો IPL ની ફાઈનલ જોવા પહોંચ્યા ત્યારે તેમને કોઇ અંદાજો પણ નહોતો કે મેચમાં વરસાદ એવુ વિઘ્ન લાવશે કે તેને રદ્દ કરવી પડશે. જોકે, રવિવારે ન રમાયેલી ફાઈનલ મેચ આજે સોમવારના રોજ સાંજે રમાશે. ક્રિકેટ ફેન્સ ખુશ છે કે તેઓ આજે સ્ટેડિયમમાં મેચ જોઇ શકશે પણ આ વચ્ચે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણી એકવાર ફરી તેઓ દુઃખી થઇ શકે છે. જીહા, ગઇકાલની જેમ આજે પણ અમદાવાદમાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

Advertisement

IPL Final ને લઇને આજે પણ ફેન્સ થઇ શકે છે નિરાશ

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ (CSK vs GT) વચ્ચેની IPL Final મેચમાં વરસાદ અંગેની આગાહી સાચી સાબિત થઈ હતી. મુશળધાર વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી ન હોતી. મેચ રદ કરીને, તેને રિઝર્વ ડે પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ આ શું આજે પણ વરસાદ ક્રિકેટ પ્રેમીઓને નિરાશ કરી શકે છે. અંબાલાલ પટેલે એકવાર ફરી આગાહી કરી છે કે, આજે અને આવતી કાલે પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. એટલે કે IPL ની ફાઈનલમાં એકવાર ફરી વરસાદી વિઘ્ન રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે, 4 જૂન સુધી પ્રિ-મોનસૂન એક્ટિવિટી રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ તેમને સંભાવનાઓ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, 7થી 10 જૂન સુધી વાવાઝોડાની શક્યતા છે. આ સિવાય તેમણે ભારે પવનના કારણે નુકસાન થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી.

Advertisement

CSK vs GT ફાઇનલ, રિઝર્વ ડે પર હવામાન કેવું રહેશે

ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની ફાઈનલ પહેલા વરસાદની 60 ટકા શક્યતા હતી અને એવું જ થયું. વરસાદના કારણે મેચ ધોવાઈ હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સોમવારે રિઝર્વ ડે પર ફાઈનલ મેચ રમાશે. શેડ્યૂલ મુજબ, આ મેચ 28 મેના રોજ સાંજે 7:30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની હતી. જોકે વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. આવી સ્થિતિમાં IPL 2023ના ચેમ્પિયનનો નિર્ણય રિઝર્વ ડે પર થશે. હવામાન સંબંધિત વેબસાઈટ Accuweather અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે પણ વરસાદની શક્યતા છે. સવારથી અહીં વરસાદ નહીં પડે, પરંતુ સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. સાંજે વરસાદની સંભાવના 50 ટકાથી વધુ છે. જોકે, સાંજે 7 વાગ્યા પછી વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ મેચ થવાની સંભાવના છે. જો સાંજે 4 થી 6 દરમિયાન જોરદાર વરસાદ પડે તો મેદાન સૂકવવામાં સમય લાગી શકે છે, આ સ્થિતિમાં મેચ શરૂ થવામાં થોડો વિલંબ થવાની સંભાવના છે.

Advertisement

વરસાદ નહીં અટકે તો ગુજરાત ચેમ્પિયન બનશે

જો સોમવારે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાનારી ટાઈટલ મેચમાં વરસાદ બંધ નહીં થાય તો અમ્પાયરો પહેલા રાત્રે સાડા નવ વાગ્યા સુધી રાહ જોશે. ત્યારબાદ ઓવર ઓછી થશે. બીજી તરફ 12 વાગ્યા પછી મેદાન સુકાઈ જાય અને રમવાની સંભાવના હોય તો સુપર ઓવર દ્વારા IPL 2023ના ચેમ્પિયનનો નિર્ણય થશે. વરસાદના કારણે રમત ન રમાઈ શકે તો ગુજરાતની ટીમ ચેમ્પિયન બનશે, કારણ કે આ ટીમ લીગ સ્ટેજમાં 20 પોઈન્ટ સાથે ચેમ્પિયન બનશે.

આ પણ વાંચો - મેચ ન રમાઈ પણ ખૂબ થઇ ધોલાઈ, જુઓ NARENDRA MODI STADIUM માં શું થયું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.