Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICC World Cup 2023 Rescheduled : ભારત અને પાકિસ્તાનની 9 મેચોમાં થયો ફેરફાર, જાણો સંપૂર્ણ માહિતી

ભારતમાં આ વર્ષે જે ODI વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ યોજાવાની છે તેની કુલ 9 મેચોના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલા આ અંગે ચર્ચાઓ ખૂબ થઇ અને આખરે તેમાં ફેરફાર કરાયો છે. જણાવી દઇએ કે, ICCએ ભારત અને પાકિસ્તાન...
05:52 PM Aug 09, 2023 IST | Hardik Shah

ભારતમાં આ વર્ષે જે ODI વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ યોજાવાની છે તેની કુલ 9 મેચોના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલા આ અંગે ચર્ચાઓ ખૂબ થઇ અને આખરે તેમાં ફેરફાર કરાયો છે. જણાવી દઇએ કે, ICCએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સહિત કુલ 9 મેચોના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતીક્ષિત મેચ હવે એક દિવસ પહેલા યોજાશે. અગાઉ આ ભવ્ય કાર્યક્રમ 15 ઓક્ટોબર, રવિવારના રોજ યોજાવાનો હતો, પરંતુ હવે તે 14 ઓક્ટોબરે યોજાશે. અન્ય આઠ મેચોની વિગતોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તનની મેચની તારીખોમાં ફેરફાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનાર મેચ હવે 14 ઓક્ટોબરે રમાશે. આ સિવાય પાકિસ્તાનની બીજી મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. બીજી તરફ અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 ઓક્ટોબરે રમાનારી મેચને હવે 15 ઓક્ટોબરે શિફ્ટ કરી દેવામાં આવી છે. હૈદરાબાદમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચ 12 ઓક્ટોબરે યોજાવાની હતી, તેને હવે 10 ઓક્ટોબરે શિફ્ટ કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 13 ઓક્ટોબરે લખનૌમાં રમાનાર મેચ હવે 12 ઓક્ટોબરે રમાશે. ચેન્નાઈમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 14 ઓક્ટોબરે મેચ થવાની હતી, હવે મેચ 13 ઓક્ટોબરે રમાશે.

ટીમ ઈન્ડિયાની મેચોનું શેડ્યુલ

શરૂઆતમાં ધર્મશાલામાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઈટ મેચ થવાની હતી પરંતુ હવે તે દિવસ દરમિયાન રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સવારે 10.30 કલાકે રમાશે. ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં 12 નવેમ્બરની ડબલ હેડર મેચ 11 નવેમ્બરે યોજાશે. પુણે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચની યજમાની કરશે જ્યારે કોલકાતા પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની યજમાની કરશે. નેધરલેન્ડ સામેની ભારતની ફાઈનલ મેચ હવે 11મીને બદલે 12મી નવેમ્બરે બેંગલુરુમાં ડે-નાઈટ તરીકે રમાશે. વળી ફાઈનલ 19 નવેમ્બરે જ રાખવામાં આવી છે.

શેડ્યુલ કેમ બદલાયો ?

ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ હવે આ મેચ 15ને બદલે 14 ઓક્ટોબરે તે જ સ્થળે રમાશે. જણાવી દઇએ કે, નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે, જેના કારણે અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલવી પડી હતી. વળી, ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ હવે 11 નવેમ્બરના બદલે 12 નવેમ્બરે રમાશે. જેના કારણે ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચ દિવાળીના દિવસે રમશે.

આ પણ વાંચો - બાપુએ અમેરિકાના રસ્તા પર કર્યો ડાન્સ, Video

આ પણ વાંચો - BABAR AZAM સાથે લગ્ન કરવા માંગે છે RAMIZ RAJA, કોમેન્ટ્રી દરમિયાન કર્યું પ્રપોઝ, VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
icc cricket world cupicc cricket world cup 2023ICC World Cup 2023 RescheduledIndia vs PakistanODI World CupODI World Cup 2023World Cupworld cup 2023
Next Article