Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC એ જાહેર કર્યું Under-19 World Cup 2024 નું Schedule, જાણો ભારતની પ્રથમ મેચ ક્યારે રમાશે

ક્રિકેટ રસિયાઓ માટે વધુ એક Good News સામે આવી છે. ICCએ Under-19 World Cup 2024 નું Schedule જાહેર કરી દીધું છે. આ ટુર્નામેન્ટ 13મી જાન્યુઆરીથી શ્રીલંકામાં શરૂ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 4 ફેબ્રુઆરીએ રમાશે. લગભગ એક મહિના...
icc એ જાહેર કર્યું under 19 world cup 2024 નું schedule  જાણો ભારતની પ્રથમ મેચ ક્યારે રમાશે

ક્રિકેટ રસિયાઓ માટે વધુ એક Good News સામે આવી છે. ICCએ Under-19 World Cup 2024 નું Schedule જાહેર કરી દીધું છે. આ ટુર્નામેન્ટ 13મી જાન્યુઆરીથી શ્રીલંકામાં શરૂ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 4 ફેબ્રુઆરીએ રમાશે. લગભગ એક મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો રમતા જોવા મળશે. આ વખતે અંડર-19 વર્લ્ડ કપ 2024માં વિશ્વના લગભગ તમામ ક્રિકેટ રમનારા દેશો ભાગ લઈ રહ્યા છે. આ ટીમોને કુલ 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

Advertisement

ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024નું શિડ્યુઅલ જાહેર

ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 આવતા વર્ષે રમાવાનો છે. આ વખતે અંડર 19 વર્લ્ડ કપ 2024ની યજમાની શ્રીલંકાના ખભા પર છે. આ મોટી ટૂર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ 13 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને આ વખતે કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે. ભારતીય ટીમ પોતાનો ખિતાબ બચાવવા માટે 14 જાન્યુઆરીએ તેની પ્રથમ મેચ રમશે. પાંચ વખતની વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આવતા વર્ષે બાંગ્લાદેશ સામે અંડર-19 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. શ્રીલંકામાં 13 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન કોલંબોમાં ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં યજમાન ટીમ ઝિમ્બાબ્વે સામે રમશે.

Advertisement

ભારત પાંચ વખત ટ્રોપી જીતી ચુક્યું છે

Advertisement

ભારત ટુર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ છે, જેણે પાંચ વખત ટ્રોફી જીતી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં 1999-00, 2007-08, 2012, 2017-18 અને ગયા વર્ષે 2021-22ની આવૃત્તિમાં ખિતાબ જીત્યો હતો. ભારતને બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અમેરિકાની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. 14 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે ભારતનો મુકાબલો 18 જાન્યુઆરીએ અમેરિકા અને 20 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામે થશે. ICCએ કહ્યું, 'ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક જૂથમાં ચાર ટીમો હશે, જેમાં દરેક જૂથમાંથી ટોચની ત્રણ ટીમો સુપર સિક્સ સ્ટેજમાં આગળ વધશે. ગ્રુપ સ્ટેજની મેચો 13 થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાશે. વધુમાં દરેક જૂથમાં ચોથા સ્થાને રહેલી ટીમો તેમની ટુર્નામેન્ટની સમાપ્તિ પહેલા ચોથા સ્થાને રહેલી ટીમ સામે વધુ એક મેચમાં ભાગ લેશે.

આ રીતે તબક્કાવાર થશે મુકાબલો

ગ્રૂપ સ્ટેજના સમાપન પછી, 12 ટીમો સુપર સિક્સ સ્ટેજમાં આગળ વધશે, જ્યાં તેમને દરેક છ ટીમોના બે જૂથોમાં વહેંચવામાં આવશે. ગ્રૂપ A અને D માંથી ટોચની ત્રણ ટીમો સુપર સિક્સ તબક્કામાં એક ગ્રૂપ બનાવશે અને એ જ રીતે ગ્રૂપ B અને C માંથી ટોચની ત્રણ ટીમો બીજા ગ્રૂપનો ભાગ હશે. દરેક ટીમ, પ્રારંભિક જૂથ તબક્કામાં તેની સ્થિતિના આધારે, સુપર સિક્સ તબક્કામાં બીજા જૂથમાંથી બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો સામે બે મેચ રમશે. ફોર્મેટની સ્પષ્ટતા કરતા ICCએ કહ્યું, 'ઉદાહરણ તરીકે, ગ્રુપ A (A1) માં ટોચની ટીમ ગ્રુપ D (D2 અને D3) માં બીજી અને ત્રીજી ટીમ સામે રમશે. A2 D1 અને D3 સામે રમશે.

આ પણ વાંચો - IND vs AUS : ડેવિડ વોર્નરે વનડે ક્રિકેટમાં ફટકારી 100 સિક્સ, જાણો ટોપ 10માં કોણ છે

આ પણ વાંચો - T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ લઈ ICC એ કરી મોટી જાહેરાત, અમેરિકાના આ 3 શહેરોમાં રમાશે મેચ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.