ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IASvsIPS: કોણ વધારે કમાય છે અને કોની પાસે હોય છે વધારે પાવર અને જવાબદારી?

IAS vs IPS: આઇએએસ અને આઇપીએસ દેશની બે પ્રતિષ્ઠિત સિવિલ સેવાઓ છે. જો કે શું તમને ખબર છે આ બંન્ને સેવાઓમાં કામ, પગાર અને પાવરમાં અંતર કેટલું છે? આઇએએસ અધિકારીઓની વાત કરીએ તો આ અધિકારીઓ પ્રશાસનિક કાર્ય, નીતિ નિર્માણ અને...
06:42 PM Sep 18, 2024 IST | KRUTARTH JOSHI
IASvsIPS

IAS vs IPS: આઇએએસ અને આઇપીએસ દેશની બે પ્રતિષ્ઠિત સિવિલ સેવાઓ છે. જો કે શું તમને ખબર છે આ બંન્ને સેવાઓમાં કામ, પગાર અને પાવરમાં અંતર કેટલું છે? આઇએએસ અધિકારીઓની વાત કરીએ તો આ અધિકારીઓ પ્રશાસનિક કાર્ય, નીતિ નિર્માણ અને જાહેર સેવામાં રહે છે.

આ પણ વાંચો : Delhi માં ઘર કેવી રીતે ધરાશાયી થયું? 3 ના મોત, 14 ઘાયલ, વીડિયોમાં જુઓ ભયાનક દ્રશ્ય

IAS અધિકારી કરે છે સરકારી વિભાગોનું નેતૃત્વ

અત્રે ઉલ્લેખનીય છે કે, IAS અધિકારીઓ અલગ અલગ વિભાગોનું નેતૃત્વ કરે છે અને રાજ્ય અને કેન્દ્ર બંન્ને સ્તર પર નીતિઓને ઇમ્પ્લીમેન્ટ કરે છે. બીજી તરફ આઇપીએસ અધિકારી મુખ્યત રાજ્યની કાયદો અને વ્યવસ્થા અને ગુનાઓને અટકાવવા માટે કામ કરે છે. તેઓ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પ્રયાસ કરે છે. આઇપીએસને ગુનાઓને ઉકેલવા અને નાગરિકોમાં શાંતિ અને સૌહાર્દ જળવાઇ રહે તે માટેનું કામ કરવાનું હોય છે.

આ પણ વાંચો : Ahmedabad : અ'વાદીઓ ચેતજો... રોગચાળાએ માથું ઊંચક્યું! બાળકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાનાં કેસ વધુ

IAS અને IPS અધિકારીઓ વચ્ચે હોય છે આટલું અંતર

આઇપીએસ ની તુલનાએ આઇએએસ અધિકારી પાસે વધારે પાવર હોય છે. કારણ કે તેઓ તંત્રની જવાબદારીસંભાળતા હોય છે. જ્યારે આઇપીએશ અધિકારી પોલીસ દળમાં વધારે પ્રભાવશાળી હોય છે. હંમેશા તે મામલે વિવાદ થાય છે કે, શાસનમાં કઇ સેવા વધારે શક્તિશાળી હોય છે. પગારની વાત કરીએ તો IAS અને IPS બંન્નેને 7મા પગારપંચ અનુસાર પગાર મળે છે. 56,100 રૂપિયા પ્રતિમાસથી શરૂ થઇને 2.50 લાખ રૂપિયા પ્રતિમાસ હોય છે.

આ પણ વાંચો : India Space Mission : કેબિનેટે ચંદ્રયાન-4, ગગનયાન અને શુક્ર મિશનના વિસ્તરણને મંજૂરી આપી...

આ અધિકારીઓને મળે છે આટલી સુવિધાઓ

એક રિપોર્ટ અનુસાર દેશમાં કૂલ 13000 કરતા વધારે IAS અને IPS અધિકારી છે. આ અધિકારીઓને સરકારી ગાડી, બંગ્લો,નોકર, ચાકર સહિતની ઘણી સુવિધાઓ મળતી રહે છે. આ ઉપરાંત તેઓએ અન્ય પણ કેટલીક સુવિધાઓ મળે છે.

આ પણ વાંચો : Gujarat Politics : જવાહર ચાવડાનાં લેટર 'બોમ્બ' અને 'સદસ્યતા અભિયાન' મુદ્દે કોંગ્રેસ નેતાએ BJP પર સાધ્યું નિશાન!

Tags :
Differences salary powerGUJARAT FIRST NEWSGujaratFirstGujarati NewsIAS vs IPSresponsibilitiesrole
Next Article