'આઇ લાઇક નરેન્દ્ર મોદી' PM MODIની ન્યૂયોર્ક મુલાકાતને લઇને મૂળ ખંભાતના વડાદરાના અને ન્યૂયોર્કમાં સિક્યુરીટી ગાર્ડ અરવિંદ પટેલનો ઉત્સાહ
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસને લઇને જેટલો ઉત્સાહ ભારતમાં વસતા ભારતીયોમાં છે તેનાથી વધુ ઉત્સાહ અમેરિકામાં વસતા ભારતીયોમાં છે... વાત કરીએ ન્યૂયોર્કમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા અરવિંદભાઇ પટેલની.. અરવિંદ પટેલ મૂળ વડાદરા ગામના, ખંભાત તાલુકાના વતની છે. તેઓ ઓનેસ્ટની બહાર સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.
તૂટ્યા ફૂટ્યા અંગ્રેજીમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી, અને કહ્યુ હતું કે તેમને નરેન્દ્રભાઇ મોદી ખુબજ ગમે છે.. તેમણે કહ્યું કે 2024 હોય કે કોઇપણ ચૂંટણી હોય મોદી સાહેબ સિવાય બીજુ કોઇ વડાપ્રધાન બને તેવી શક્યતા જ નથી.. બિલકુળ તળપદી ગુજરાતીભાષામાં તેમણે કહ્યું કે 2024 હોય કે પછી 2030 મોદી સાહેબજ વડાપ્રધાન બનવા જોઇએ..
અરવિંદભાઇ પટેલે કહ્યું કે મોદી સાહેબ જ્યારે ન્યૂયોર્કમાં આવી રહ્યા છે ત્યારે તેઓ તેમને જોવા માટે ખુબજ ઉત્સાહી છે.. અને તેઓ રાતની ડ્યુટી હોવાથી દિવસે મોદી સાહેબને જોવા માટે ચોક્કસ જશે.
મહત્વપૂર્ણ છે કે 21 જૂનની સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ન્યૂયોર્ક પહોંચવાના છે. 21 જૂનની સવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં યોગ દિવસની ઉજવણી સાથે શરૂ થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી વિશેષ એવી 24 હસ્તી સાથે પણ મુલાકાત કરશે. તેમાં નોબેલ વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો, આરોગ્ય નિષ્ણાતો વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - સિડનીના ઓલિમ્પિક પાર્ક સ્ટેડિયમમાં PM મોદી : ભારત મધર ઓફ ડેમોક્રેસી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ