Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ સમય રાજકારણનો નથી, વાયનાડના નાગરિકોની મદદ કરવાનો છે : Rahul Gandhi

અત્યારે મારો એક જ ધ્યેય છે કે Wayanad ના લોકો સુરક્ષિત રહે આ સમયમાં અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા લગભગ 500 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા Rahul Gandhi At Wayanad: Kerala ના Wayanad માં આવેલા Landslide અને મેઘ કહેરથી સમગ્ર...
આ સમય રાજકારણનો નથી  વાયનાડના નાગરિકોની મદદ કરવાનો છે   rahul gandhi
  • અત્યારે મારો એક જ ધ્યેય છે કે Wayanad ના લોકો સુરક્ષિત રહે

  • આ સમયમાં અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા

  • લગભગ 500 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા

Rahul Gandhi At Wayanad: Kerala ના Wayanad માં આવેલા Landslide અને મેઘ કહેરથી સમગ્ર દેશ હચમચી ગયો છે. તો Landslide ને કારણે 4 ગામ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તો અત્યાર સુધીમાં 289 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે ઉપરાંત 200 થી વધુ લોકો લાપતા છે, તો 1000 લોકોનું બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે આ કુદરતી કહેરનો માર સહન કરી રહેલા નાગરિકની મુલાકાત લેવા માટે Wayanad ના પૂર્વ સાંસદ Rahul Gandhi અને તેમની બહેન પ્રિયંકા ગાંધી આવ્યા હતાં.

Advertisement

અત્યારે મારો એક જ ધ્યેય છે કે Wayanad ના લોકો સુરક્ષિત રહે

તો બંને કોંગ્રેસ નેતાએ Wayanad જિલ્લાના Landslide પ્રભાવિત વિસ્તારોમાં સ્થાપિત વિવિધ રાહત શિબિરોની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત પરિવારોને મળ્યા હતાં. ત્યારે Rahul Gandhi ને નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે મને એવો જ અનુભવ થઈ રહ્યો છે, જ્યારે મારા પિતા રાજીવ ગાંધીનું નિધન થયું હતું. મારી રૂચિ હાલમાં, દેશમાં થતા કોઈપણ રાજકારણમાં નથી. અત્યારે મારો એક જ ધ્યેય છે કે Wayanad ના લોકો સુરક્ષિત રહે. અમે મદદ કરવાનો પ્રયાસ કરીશું અને એ સુનિશ્ચિત કરીશું કે બચી ગયેલા લોકોને તેમનો અધિકાર મળે.

Advertisement

આ પણ વાંચો: મેઘરાજાએ વધુ એક માસૂમ બાળકનો જીવ લીધો, જુઓ વીડિયો

આ સમયમાં અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા

Rahul Gandhi એ વધુમાં કહ્યું કે, મારા માટે આ ચોક્કસપણે રાષ્ટ્રીય આપત્તિ છે. મને નથી લાગતું કે આ સમય રાજકીય મુદ્દાઓ પર વાત કરવાનો છે. અહીંના લોકોને મદદની જરૂર છે. મને અત્યારે રાજકારણમાં રસ નથી. મને Wayanad ના લોકોમાં રસ છે. કારણ કે... આ સમયમાં અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, આજે અમે આખો દિવસ પીડિતોને મળવામાં વિતાવ્યો છે. લોકો જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે, તેની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. અમે તેમને મદદ કરવા માટે અહીં આવ્યા છીએ.

Advertisement

લગભગ 500 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા

જોકે 28 થી 30 જુલાઈની વચ્ચે Wayanad માં કુદરતી કહેરનો પ્રકોપ જોવા મળ્યો હતો. Wayanad ના નાગરિકો પર એક બાજું અતિભારે વરસાદ સાથે Landslide નો માર પડ્યો હતો. તેના કારણે પર્વતની નીચે ચેલિયારમાં આવેલા ચાર ગામ ચુરામાલા, અટ્ટમાલા, નૂલપુઝા અને મુંડક્કાઈમાં વિનાશ સર્જાયો હતો. Wayanad માં Landslide થી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યની કમાન ભારતીય સેનાના હાથમાં છે. મેડિકલ સ્ટાફ સહિત લગભગ 500 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Himachal ના 5 ક્ષેત્રોમાં કુદરતી કહેરથી જન-જીવનમાં સર્જાયો તબાહીનો તાંડવ!

Tags :
Advertisement

.