Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hyderabad : બાળકો વેચવાના રેકેટનો પર્દાફાશ, દિલ્હી-પુણેથી ચોરી કરતા હતા, 11 ને બચાવાયા...

ગ્રેટર હૈદરાબાદ (Hyderabad) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આંતર-રાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 11 બાળકોને બચાવી લીધા છે. પોલીસે આઠ મહિલાઓ સહિત 11 લોકોની ધરપકડ કરી છે, જેમણે દિલ્હીઅને પુણેના ત્રણ આરોપીઓ પાસેથી બાળકો ખરીદ્યા હતા....
hyderabad   બાળકો વેચવાના રેકેટનો પર્દાફાશ  દિલ્હી પુણેથી ચોરી કરતા હતા  11 ને બચાવાયા

ગ્રેટર હૈદરાબાદ (Hyderabad) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આંતર-રાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 11 બાળકોને બચાવી લીધા છે. પોલીસે આઠ મહિલાઓ સહિત 11 લોકોની ધરપકડ કરી છે, જેમણે દિલ્હીઅને પુણેના ત્રણ આરોપીઓ પાસેથી બાળકો ખરીદ્યા હતા.

Advertisement

બાળકોની ઉંમર એક મહિનાથી અઢી મહિનાની વચ્ચે...

Hyderabad ના રાચકોંડા પોલસી કમિશનર તરુણ જોશીએ પત્રકારોને જણાવ્યું કે, "આરોપીઓ નિ:સંતાન યુગલોને બાળકો વેચતા હતા. જે 11 બાળકોને છોડાવવામાં આવ્યા છે તેમાં નવ છોકરીઓ અને બે છોકરાઓનો સમાવેશ થયા છે. તેમની ઉંમર એક મહિનાથી અઢી મહિના સુધીની છે."

Advertisement

પ્રતિ બાળક રૂ. 1.80 લાખથી રૂ. 5.50 લાખમાં વેચતા હતા...

પોલીસે જણાવ્યું કે, આરોપી કિરણ અને પ્રીતિ દિલ્હીથી અને કન્હૈયા પુણેથી બાળકોને લાવતા હતા. આ ત્રણે પકડાયેલા લોકોને લગભગ 50 બાળકો આપ્યા હતા. આરોપીઓના એજન્ટ દરેક બાળકને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જરૂરિયાતમંદ લોકોને 1.80 લાખથી 5.50 લાખ રૂપિયામાં વેચતા હતા. પોલીસે 22 મેના રોજ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (RMP) શોભા રાનીની 4.50 લાખ રૂપિયામાં બાઈક વેચવા બદલ ધરપકડ કરી અને તપાસ શરૂ કરી. આ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ થયો હતો.

તમામ આરોપીઓ તેલંગાણા અને આંધ્રપ્રદેશના રહેવાસી છે...

પોલીસ કમિશનરે જણાવ્યું કે શોભા રાનીને મદદ કરનાર સ્વપ્ના અને શેખ સલીમની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી બે બાળકોને બચાવી લેવાયા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 370, 372, 373 r/w 34 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ 81, 87 અને 88 હેઠળ કેસ નોંધ્યો છે. શોભા રાનીએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે બાળકો વેચનાર હરિહર ચેતન સાથે મળીને કામ કરતી હતી. આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે બંદરી હરિહર ચેતન, બંદરી પદમા, બલગામ સરોજા, મુદાવથ શારદા, મુદાવથ રાજુ, પઠાણ મુમતાઝ ઉર્ફે હસીના, જગનદમ અનુરાધા અને યતા મમતાની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ લોકો તેલંગાણા અને પડોશી આંધ્રપ્રદેશના રહેવાસી છે.

Advertisement

આ પણ વાંચો : Haryana : સોનીપતમાં રબર ફેક્ટરીમાં ભીષણ આગ, બોયલર ફાટવાથી 40 લોકો દાઝ્યા…

આ પણ વાંચો : Swaati Maliwal Case : Bibhav Kumar ના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ વધ્યા, જાણો કોર્ટમાં આજે શું થયું…

આ પણ વાંચો : પંજાબ સરકારનો તુગલકી ફરમાન, Zee Media ની તમામ ચેનલો પર પ્રતિબંધ લદાયો…

Tags :
Advertisement

.