ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hurricane Helen થી અમેરિકામાં હાહાકાર, કુદરત સામે જમાદાર પણ લાચાર..

ચક્રવાતી તોફાન હેલેન અમેરિકામાં તબાહી મચાવી રહ્યું છે વાવાઝોડાના કારણે 2 દિવસમાં 44 લોકોના મોત લગભગ 1.25 કરોડ લોકો બેઘર થઈ ગયા વાવાઝોડાને કારણે અમેરિકાના ઘણા રાજ્યોમાં પાવર ફેલ Hurricane Helen : ચક્રવાતી તોફાન હેલેન (Hurricane Helen ) અમેરિકામાં...
09:45 AM Sep 28, 2024 IST | Vipul Pandya
Hurricane Helen pc google

Hurricane Helen : ચક્રવાતી તોફાન હેલેન (Hurricane Helen ) અમેરિકામાં તબાહી મચાવી રહ્યું છે. દેશના લગભગ 15 રાજ્યો આ વાવાઝોડાની ઝપેટમાં છે. આ વાવાઝોડાના કારણે 2 દિવસમાં 44 લોકોના મોત થયા છે. લગભગ 1.25 કરોડ લોકો બેઘર થઈ ગયા છે. 5000થી વધુ ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. 1000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તેઓ સ્થળાંતર કરવાની ફરજ પડી રહ્યા છે. અમેરિકામાં હરિકેન હેલેનથી મૃત્યુઆંક ઓછામાં ઓછો 44 પર પહોંચી ગયો છે. અહેવાલો અનુસાર, ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને વર્જિનિયા રાજ્ય આ તોફાનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને આ રાજ્યોમાં આ મૃત્યુ પણ થયા છે. વાવાઝોડું 'હેલેન' શુક્રવારે ફ્લોરિડા અને સમગ્ર દક્ષિણ-પૂર્વ યુએસમાં ભારે તબાહી મચાવી હતી. ગુરુવારે મોડી રાત્રે જ્યારે વાવાઝોડું ફ્લોરિડાના બિગ બેન્ડ ગ્રામીણ વિસ્તારમાં ત્રાટક્યું ત્યારે તેની મહત્તમ ઝડપ 225 કિલોમીટર પ્રતિ કલાક હતી. વાવાઝોડાને કારણે અમેરિકાના ઘણા રાજ્યોમાં પાવર ફેલ થઈ ગયો હતો, જેના કારણે લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા હતા.

200 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનો ભારે વિનાશ સર્જી રહ્યા છે

સરકારે ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, વર્જિનિયા અને અલાબામામાં રેડ એલર્ટ અને ઈમરજન્સી જાહેર કરી છે. 200 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનો ભારે વિનાશ સર્જી રહ્યા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, વીજ લાઈનો તૂટી ગઈ છે અને 10 લાખથી વધુ ઘરો અને ઓફિસો અંધારામાં ડૂબી ગઈ છે. ફ્લોરિડામાં 7, જ્યોર્જિયામાં 11, સાઉથ કેરોલિનામાં 2 ફાયર કર્મીઓ સહિત 14 લોકોના મોત થયા છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.

આ પણ વાંચો----ભયંકર વાવાઝોડું Cyclone Yagi 3800 કિમીની મુસાફરી કરી ભારતમાં....

વાવાઝોડાએ ઘણો વિનાશ કર્યો

અહેવાલ મુજબ, ફ્લોરિડાની રાજધાની તલ્લાહસીમાં ત્રાટકેલું તોફાન રાત્રે ઉત્તર તરફ આગળ વધ્યું હતું, જેના કારણે રસ્તાઓ, મકાનો અને ઓફિસો પાણીમાં ડૂબી ગયા હતા. વીજળી બંધ થઈ ગઈ. તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. મિયામી સ્થિત નેશનલ હરિકેન સેન્ટરની ચેતવણી અનુસાર, જ્યોર્જિયાના સૌથી મોટા શહેર એટલાન્ટા તેમજ દક્ષિણ અને ઉત્તર કેરોલિનામાં અચાનક પૂર આવી શકે છે. એપાલેચિયન પર્વતોમાં 12 ઇંચ (30 સેન્ટિમીટર) સુધી વરસાદની અપેક્ષા છે.

વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોમાં મોટા પાયે બચાવ કામગીરી

કેટલાક સ્થળોએ 20 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે જણાવ્યું હતું કે તેમના રાજ્યના વાલ્ડોસ્તા શહેરમાં 115 ઈમારતોને ખરાબ રીતે નુકસાન થયું છે. 140 માઈલ (225 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે પવન પેરીમાં દરિયાકિનારે પહોંચ્યો, જ્યાં ઘરોમાં વીજળી ગુમ થઈ ગઈ અને એક ગેસ સ્ટેશન તૂટી ગયુ હતું. દેશની જો બિડેન સરકારે કટોકટી જાહેર કરી છે અને તમામ વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોમાં મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવાના આદેશો જારી કર્યા છે.

આ પણ વાંચો---209 કિમીની ઝડપે આજે ફ્લોરિડામાં ટકરાશે Cyclonic Storm Helen

લગભગ 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

ન્યૂ જર્સીની રોવાન યુનિવર્સિટીના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ એન્ડ્રા ગાર્નરે એએફપીને જણાવ્યું કે હેલેનનું તોફાન વધુ ખરાબ થઈ રહ્યું છે. દરિયાની જળ સપાટી પણ વધી રહી છે. ફ્લોરિડામાં 9 ફૂટ (2.7 મીટર) ઉંચા તોફાન સર્જાઈ રહ્યા છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. જ્યોર્જિયાના વ્હીલર કાઉન્ટી ટાઉનમાં એક ખેતરમાં પાર્ક કરેલું ટ્રેલર હેલેનના વાવાઝોડાના કારણે ઉડી ગયું હતું. જેના કારણે બે લોકોના મોત થયા હતા.

દેશના 40 લાખ ઘરોમાં વીજળીનો પુરવઠો અટકી ગયો

હેલેનના કારણે ભારે પવન અને અચાનક પૂર માટે ચેતવણીઓ પણ જારી કરવામાં આવી હતી. તોફાન લેન્ડફોલ કરે તે પહેલાં જ, જોરદાર પવનને કારણે, ફ્લોરિડા, જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં લગભગ 4 મિલિયન ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ફ્લોરિડા, જ્યોર્જિયા, અલાબામા, કેરોલિનાસ અને વર્જિનિયાના ગવર્નરોએ પોતપોતાના રાજ્યોમાં કટોકટી જાહેર કરી હતી.

આ પણ વાંચો---Hurricane Hilary : વાવાઝોડાના પગલે કેલિફોર્નિયામાં વિનાશક પૂર આવવાની આશંકા

Tags :
AmericaCyclone HeleneHurricane HelenHurricane Helen in usastrong windTropical Storm Helene ImpactUSAVery heavy rainworld
Next Article