Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Human Trafficking Racket : એજન્ટો મુસાફરોને અલગ અલગ સ્ટોરીઓ કહેવાનું સમજાવતા

માનવ તસ્કરી (Human Trafficking Racket )ની આશંકાથી ગત 22 ડિસેમ્બરે પેરિસ ((Paris-Vatry Airport) ) નજીકના એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. આ પ્લેનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય હતા. Human Trafficking Racket માં ફ્રાંસથી પરત...
05:31 PM Jan 06, 2024 IST | Vipul Pandya
Human Trafficking Racket

માનવ તસ્કરી (Human Trafficking Racket )ની આશંકાથી ગત 22 ડિસેમ્બરે પેરિસ ((Paris-Vatry Airport) ) નજીકના એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. આ પ્લેનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય હતા. Human Trafficking Racket માં ફ્રાંસથી પરત આવેલા ગુજરાતીઓની ગુજરાતની સીઆઇડી ક્રાઇમ (CID Crime) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે સીઆઇડી ક્રાઇમના એસપી સંજય ખરાતે કહ્યું કે Human Trafficking Racket ની આ તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે એજન્ટો આ મુસાફરોને અલગ અલગ સ્ટોરીઓ કહેવાનું સમજાવતા હતા.

ગુજરાતની ટોળકીના 15 જેટલાં એજન્ટોના નામ સામે આવ્યાં

માનવ તસ્કરી (Human Trafficking Racket)ના કૌભાંડનો ફ્રાંસમાં (France) પર્દાફાશ થયા બાદ ગુજરાત પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. 300થી વધુ પ્રવાસીઓ ભરીને મધ્ય અમેરિકા (Central America) જઈ રહેલા વ્યકિતગત કામે ભાડે લેવાયેલા વિમાનમાં 66 ગુજરાતીઓ હોવાની સત્તાવાર જાહેરાત સીઆઈડી ક્રાઈમે (CID Crime) કરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતી ગુજરાતની ટોળકીના 15 જેટલાં એજન્ટોના નામ સામે આવ્યાં છે. મહેસાણા જિલ્લા માં રહેતા કિરણ પટેલ અને તેના સાથીદાર શશી રેડ્ડી ઉર્ફે શશી હૈદરાબાદી આ ટોળકીના મુખ્ય સૂત્રધાર છે.

તમામ મધ્ય અમેરિકાના દેશ Nicaragua ખાતે જઈ રહ્યા હતા

રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઈન્સના વિમાન A 340 એ ઈંધણ પૂરાવવા માટે ફ્રાંસના વેટરી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. ઓથોરિટીને બાતમી મળી હતી કે, વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી છે. આ વિમાન સંયુક્ત આરબ અમિરાત થી આવ્યું હતું અને મધ્ય અમેરિકાના નિકારાગુઆ જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 ભારતીયો હતા. દેશના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો’ એ આ કેસની તપાસ હાથ ધરી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશ Nicaragua ખાતે જઈ રહ્યા હતા.

કરોડો કમાવવા એજન્ટોએ રોકાણ કર્યું

303 પ્રવાસી ભરેલા વિમાનમાં 260 ભારતીય અને તેમાં 66 ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યા હતા. મોટાભાગના પ્રવાસી મહેસાણા (Mahesana) ગાંધીનગર (Gandhinagar) અમદાવાદ (Ahmedabad) અને આણંદ (Anand) ના છે. જેમણે ધોરણ 8 થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. પ્રત્યેક પ્રવાસીના 60 થી 80 લાખ રૂપિયા એજન્ટોએ નક્કી કર્યા હતા. જે રકમ અમેરિકા પહોંચ્યા બાદ ચૂકવવાની હતી. એજન્ટ ટોળકીએ અમદાવાદથી વાયા દુબઈ (Dubai) નિકારાગુઆ અને મેક્સિકો (Mexico) થઈને US મોકલવાનું ષડયંત્ર ઘડયું હતું. અમેરિકા વાંચ્છુઓ પાસેથી એકપણ રૂપિયો લેવાયો ન હતો. આ ઉપરાંત પ્રવાસી દીઠ 1,000 થી 3,000 હજાર ડૉલર ખર્ચ માટે એજન્ટોએ આપ્યા હતા.

ખાલીસ્તાની સમર્થક, લવ એન્ગલ અથવા દેવું થઈ ગયા બહાને જતા હોવાનુ પેસેન્જરોનું રટણ

સમગ્ર મામલાની તપાસ કરી રહેલી ગુજરાત સીઆઇડી ક્રાઇમના એસપી સંજય ખરાતે કહ્યું કે મુસાફરોની પૂછપરછ કરાઇ છે જેમાં આ એજન્ટો મુસાફરોને અલગ અલગ સ્ટોરીઓ કહેવાનું સમજાવતા હતા. ખાલીસ્તાની સમર્થક, લવ એન્ગલ અથવા દેવું થઈ ગયા બહાને જતા હોવાનુ પેસેન્જરોનું રટણ હતું. ગેરકાયદેસર અમેરિકા જતા દરેક લોકોએ પોતાના અલગ અલગ કારણો રજૂ કર્યા છે. પોલીસ દ્વારા એજન્ટોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

પૈસાના ટ્રાંજેક્શનની તપાસ

તેમણે કહ્યું કે ગુજરાતના અને ગુજરાત બહારના કેટલા એજન્ટો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ સહિતની એજન્સીઓ મારફત ફલાઇટની માહિતી મંગાવવામાં આવી છે અને ફ્લાઇટ ક્યાંથી ઉપડી અને ક્યાં ક્યાં ગઈ હતી તેની માહિતી પણ મંગાવવામાં આવી છે. ઉપરાંત પૈસાના ટ્રાંજેક્શનની પણ તપાસ થઇ રહી છે. 15 એજન્ટમાંથી ગુજરાત અને બહારના રાજ્યોના એજન્ટો છે. જો કે હજું સુધી હજી સુધી આર્થિક વ્યવહારો સ્પષ્ટ થઈ શક્યા નથી.

આ પણ વાંચો----BANASKANTHA : યુવકનું મુંડન કરી અપાઇ તાલિબાની સજા..વીડિયો વાયરલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Tags :
Central AmericaCID CrimeGujaratGujarat FirstHuman Trafficking RacketInfiltration of AmericaMahesanaRomanian Charter CompanyUAE
Next Article