Human Trafficking Racket : વિમાન ભાડે રાખનાર અને વિઝા કરાવનારની શોધ શરૂ
CID Crime ની તપાસમાં થયાં અનેક ઘટસ્ફોટ
હવાલા ઓપરેટરની પોલીસે કરી શરૂ કરી શોધ
US નો નવો રૂટ વાયા UAE France Nicaragua Mexico
માનવ તસ્કરી (Human Trafficking Racket) ના કૌભાંડનો ફ્રાંસમાં (France) પર્દાફાશ થયા બાદ ગુજરાત પોલીસે (Gujarat Police) તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. 300થી વધુ પ્રવાસીઓ ભરીને મધ્ય અમેરિકા (Central America) જઈ રહેલા વ્યકિતગત કામે ભાડે લેવાયેલા વિમાનમાં 66 ગુજરાતીઓ હોવાની સત્તાવાર જાહેરાત આજે સીઆઈડી ક્રાઈમે (CID Crime) કરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી (Infiltration of America) કરાવતી ગુજરાતની ટોળકીના 15 જેટલાં એજન્ટોના નામ સામે આવ્યાં છે. મહેસાણા જિલ્લા (Mahesana District) માં રહેતા કિરણ પટેલ (Kiran Patel) અને તેના સાથીદાર શશી રેડ્ડી ઉર્ફે શશી હૈદરાબાદી આ ટોળકીના મુખ્ય સૂત્રધાર છે. Human Trafficking Racket માં સામેલ એજન્ટો બાદ તેમની સાથે જોડાયેલી ટ્રાવેલ એજન્સી (Travel agency) અને હવાલા ઓપરેટર (Hawala Operator) હવે પોલીસના નિશાના પર છે.
શું છે સમગ્ર મામલો ?
રોમાનિયન ચાર્ટર કંપની (Romanian Charter Company) લિજેન્ડ એરલાઈન્સના વિમાન A 340 એ ઈંધણ પૂરાવવા માટે ફ્રાંસ (France) ના વેટરી એરપોર્ટ (Paris-Vatry Airport) પર ઉતરાણ કર્યું હતું. આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. ઓથોરિટીને બાતમી મળી હતી કે, વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી છે. આ વિમાન સંયુક્ત આરબ અમિરાત (UAE) થી આવ્યું હતું અને મધ્ય અમેરિકાના નિકારાગુઆ (Nicaragua) જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 ભારતીયો હતા. દેશના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો' (Anti-Organized Crime Unit JUNALCO) એ આ કેસની તપાસ હાથ ધરી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશ Nicaragua ખાતે જઈ રહ્યા હતા.
કરોડો કમાવવા એજન્ટોએ રોકાણ કર્યું
303 પ્રવાસી ભરેલા વિમાનમાં 260 ભારતીય અને તેમાં 66 ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યા હતા. મોટાભાગના પ્રવાસી મહેસાણા (Mahesana) ગાંધીનગર (Gandhinagar) અમદાવાદ (Ahmedabad) અને આણંદ (Anand) ના છે. જેમણે ધોરણ 8 થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. પ્રત્યેક પ્રવાસીના 60 થી 80 લાખ રૂપિયા એજન્ટોએ નક્કી કર્યા હતા. જે રકમ અમેરિકા પહોંચ્યા બાદ ચૂકવવાની હતી. એજન્ટ ટોળકીએ અમદાવાદથી વાયા દુબઈ (Dubai) નિકારાગુઆ અને મેક્સિકો (Mexico) થઈને US મોકલવાનું ષડયંત્ર ઘડયું હતું. અમેરિકા વાંચ્છુઓ પાસેથી એકપણ રૂપિયો લેવાયો ન હતો. આ ઉપરાંત પ્રવાસી દીઠ 1,000 થી 3,000 હજાર ડૉલર ખર્ચ માટે એજન્ટોએ આપ્યા હતા.
એર ટિકિટ-વિઝા કરનારી એજન્સી સાણસામાં આવશે
ફ્રાંસ ખાતે Human Trafficking Racket ના ષડયંત્રનો પર્દાફાશ થતાં 66 ગુજરાતીઓના પાસપોર્ટ નંબરના આધારે સરનામા મેળવી સીઆઈડી ક્રાઈમ (CID Crime)ની જુદીજુદી ટીમોએ તપાસ આરંભી છે. 55 પ્રવાસીઓની પૂછપરછમાં તમામ લોકો 10 ડિસેમ્બરથી 20 ડિસેમ્બરના ગાળામાં દુબઈ પહોંચ્યા હતા. તમામ પ્રવાસીઓના દુબઈના વિઝા કેવી રીતે - કોણે મેળવ્યા ? તેમજ એર ટિકિટ પેટે ટ્રાવેલ એજન્સીને કઈ રીતે - કોણે રકમ ચૂકવી ? તેની માહિતી મેળવવામાં આવી છે.
CBI ની મદદ લેવાશે
તપાસ દરમિયાન એક પણ પ્રવાસીના પાસપોર્ટમાં નિકારાગુઆ (Nicaragua) ના વિઝા સ્ટેમ્પ લાગેલા મળ્યા નથી. UAE ના Fujairah Airport થી વાયા ફ્રાંસ Vatry Airport થઈને નિકારાગુઆના માનાગુઆ એરપોર્ટ (Managua Airport) ખાતે ઉતરનારી Legend Airlines ની ચાર્ટડ ફલાઈટ (Chartered Flight) ને કોણે અને કેવી રીતે પેમેન્ટ કર્યું તેની માહિતી મેળવવા CID Crime એ CBI (Central Bureau of Investigation) ને પત્ર લખ્યો છે. કબૂતરબાજીના ષડયંત્રમાં મૂળ સુધી જવા માટે ગુજરાત પોલીસ પ્રયત્નશીલ બની છે.
આ પણ વાંચો : Gujarat Police : ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાંથી બમણો દારૂ પકડાયો