Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ram Lalla: રામ લલ્લાના દર્શન કરવા માટે કેટલો સમય મળશે? વાંચો આ અહેવાલ

Ram Lalla: અયોધ્યા: રામ લલ્લાની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે સવારથી ભક્તો મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અત્યારે ભક્તોની જનમેદનનો અદ્ભૂત નજોરો જોવા મળ્યો હતો. અત્યારે હજારોની સંખ્યામાં રામ ભક્તો કાલે રાત્રીથી રામ લલ્લાના દર્શન કરવા માટે મંદિરની...
ram lalla  રામ લલ્લાના દર્શન કરવા માટે કેટલો સમય મળશે  વાંચો આ અહેવાલ

Ram Lalla: અયોધ્યા: રામ લલ્લાની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે સવારથી ભક્તો મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અત્યારે ભક્તોની જનમેદનનો અદ્ભૂત નજોરો જોવા મળ્યો હતો. અત્યારે હજારોની સંખ્યામાં રામ ભક્તો કાલે રાત્રીથી રામ લલ્લાના દર્શન કરવા માટે મંદિરની બહાર લાઈનો લાગેલી છે. જેવા જ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા તેવી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અત્યારે એવું અનુમાન છે કે, સવારે દર્શન કરવા માટે 1.5 લાખ જેટલા શ્રદ્ધાળુંઓ દર્શન કરવા માટે આવ્યા હતા.

Advertisement

એકથી બે લાખ લોકો રામ લલ્લાના દર્શન કરશે

ઉલ્લેખનીય છે કે, રામ લલ્લાના દર્શન કરવા માટે કાલે રાત્રીથી શ્રદ્ધાળુઓ આવી પહોચ્યા હતા. મળતી વિગતો પ્રમાણે, હવે દરરોજના એકથી બે લાખ લોકો રામ લલ્લાના દર્શન કરશે. અત્યારે પહેલા દિવસે સામાન્ય લોકોની લોખોની સંખ્યામાં જનમેદની આવી હતી. સંભાવના છે કે, આ સંખ્યામાં હવે વધારો પણ થઈ શકે છે. અત્યારે આ જનમેદની પ્રમાણે જોવા જઈએ તો એક ભક્તને દર્શન કરવા માટે માત્ર 15થી 20 સેકન્ડનો જ સમય મળશે.

Advertisement

સવારે 3 વાગ્યાથી જ આરતી કરવામાં આવી

મળતી વિગતો પ્રમાણે રામ લલ્લા (Ram Lalla)ની પૂજા વિધિના તમામ વિધાનો પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારે 3 વાગ્યાથી જ આરતીની શરૂઆત કરી દેવામાં આવી છે. રામલલા પૂજા માટે સવારે 4 વાગ્યાની આસપાસ જાગી ગયા હતા અને તેમના મેક-અપની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ પછી સવારે 7 વાગ્યાથી મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ દિવસ, ભક્તોની જનમેદની ઉમટી

ક્યારે થશે દર્શન અને આરતીમાં કેવી રીતે સામેલ?

  • ભક્તો સવારે 7 વાગ્યાથી રામલલાના દર્શન કરી શકશે
  • મંદિર સંકુલ દિવસભર 9 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે
  • દર્શનનો સમય સવારે 7થી 11.30 સુધીનો રહેશે અને ત્યારબાદ બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે
  • દિવસમાં 3 વખત રામલલાની આરતી કરવામાં આવશે
  • આરતીમાં જોડાવા માટે ભક્તોને પાસ આપવામાં આવશે
  • પાસ માટે કોઈ ફી ભરવાની રહેશે નહીં
  • આરતીમાં એક સાથે માત્ર 30 લોકો જ ભાગ લઈ શકશે
  • સરકારી ID સાથે, પાસ જન્મભૂમિ સંકુલમાં આવેલી ઓફિસમાંથી અથવા ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી તમે મળવી શકશો
Advertisement
Tags :
Advertisement

.