Hezbollah અને Houthi હુમલામાંં Israel ની ડિફેન્સ સિસ્ટમ થઈ ધ્વસ્ત
- લેબનાનના આતંકી સમૂહ Hezbollah એ Israel પર હુમલો કર્યો
- હુમલાના માધ્યમથી Israel ને ગાઝામાં હુમલા રોકવા પર સૂચન
- ઈઝારાયેલ પર હુમલો કરીને તેના 1200 લોકોને મારી નાખ્યા
Houthi missile attack on israel : Israel ની રાજધાની તેલ અવીવ પર યમનના Houthis ઓ દ્વારા વિનાશકારી હુમલો કરવામાં આવ્યો છે. Houthis એ Israel પર લાંબી દૂરીવાળા બૈલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. તો Houthis ના હુમલામાં ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ આયરડોમ પણ અસફળ સાબિત થઈ હતી. તો આ તમામ મિસાઈલ Israel ના મધ્ય Israel ના ભાગમાં પડી હતી. જે બાદ મધ્ય Israel માં ભારે દોડધામ મચી પડી હતી.
લેબનાનના આતંકી સમૂહ Hezbollah એ Israel પર હુમલો કર્યો
Israel એ Houthis ઓ દ્વારા કરેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. તે ઉપરાંત Israel ના જણાવ્યા અનુસાર Houthis ના આ હુમલાના કારણે મધ્ય Israel ના ભાગમાં આગજનની ઘટના બની હતી. જોકે આ હુમલામાં કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી. તે ઉપરાંત મધ્ય Israel માં થોડા સમયબાદ ફરીવાર સામાન્ય પરિવહન જોવા મળ્યું હતું. તો આ પહેલા લેબનાનના આતંકી સમૂહ Hezbollah એ Israel પર હુમલો કર્યો હતો. આ હુમલામાં Hezbollah એ 1307 ડ્રોન અને અનેક રોકટે છોડ્યા હતાં. તો Hezbollah એ દાવો કર્યો હતો કે, તમામ ડ્રોન Israel માં બનાવવામાં આવેલા નિશાના પર પહોંચ્યા હતાં.
આ પણ વાંચો: બ્રિટનના નવા PM પત્નીને કારણે મૂકાયા મુશ્કેલીમાં!
🚨Sirens sounding across all central and southern Israel 🚨 pic.twitter.com/CELCvNrayB
— Israel Defense Forces (@IDF) September 15, 2024
હુમલાના માધ્યમથી Israel ને ગાઝામાં હુમલા રોકવા પર સૂચન
હિઝબુલ્લાહના હુમલા અંગે Israel એ નિવેદન જાહેર કર્યું છે કેસ આયરન ડોમ સિસ્ટમએ હિઝબુલ્લાહના મોટાભાગના ડ્રોન અને રોકેટને હવામાં નાશ કર્યા હતાં. તો બાકીના ડ્રોન અને રોકેટ Israel ના ખુલ્લા વિસ્તારમાં પડ્યા હતાં. જેના કારણે કોઈ નુકસાન પહોંચ્યું ન હતું, તેથી હિઝબુલ્લાહના હુમલાને સંપૂર્ણ પણે નાકામ કર્યો હતો. જોકે આ હુમલાના માધ્યમથી Israel ને ગાઝામાં હુમલા રોકવા પર સૂચન કર્યું હતું.
ઈઝારાયેલ પર હુમલો કરીને તેના 1200 લોકોને મારી નાખ્યા
જોકે છેલ્લા 11 મહિનાથી Israel અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં અનેક માસૂમોના જીવ પણ ગયા છે. તો સૌ પ્રથમ હમાસે ઈઝારાયેલ પર હુમલો કરીને તેના 1200 લોકોને મારી નાખ્યા હતાં. તે ઉપરાંત 250 થી Israelના લોકોને બંધક બનાવ્યા હતાં. જેના કારણે આ દિવસો જોવા મળી રહ્યા છે. જોકે અમુક બંધકોને Israel દ્વારા શોધી કાઠવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ Israel ના 110 લોકો હમાસના આતંકવાદીઓ પાસે કેદ છે. તે ઉપરાંત અનેક Israel ના લોકોને તેઓ મારી પણ નાખ્યા છે.
આ પણ વાંચો: Haiti માં ભયાનક દુર્ઘટના, પેટ્રોલ ટ્રકમાં આગ લાગવાના કારણે 17 લોકોના મોત