Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Home Buyers : તમારા બજેટમાં ઘર ખરીદવું છે તો વાંચી લેજો આ સમાચાર, રિસર્ચમાં થયો આ ખુલાસો...

જો તમે નવું ઘર ખરીદવા (Home Buyers)નું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં મકાનો (Home Buyers)ની કિંમતમાં નરમાઈ આવી શકે છે. ઉંચા તુલનાત્મક આધારને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં હાઉસિંગની માંગ અને કિંમતો મધ્યમ રહેવાની શક્યતા...
home buyers   તમારા બજેટમાં ઘર ખરીદવું છે તો વાંચી લેજો આ સમાચાર  રિસર્ચમાં થયો આ ખુલાસો

જો તમે નવું ઘર ખરીદવા (Home Buyers)નું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં મકાનો (Home Buyers)ની કિંમતમાં નરમાઈ આવી શકે છે. ઉંચા તુલનાત્મક આધારને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં હાઉસિંગની માંગ અને કિંમતો મધ્યમ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વેચાણમાં 8 થી 10 ટકા અને ભાવમાં વાર્ષિક 5 ટકાનો વધારો થવાની ધારણા છે. એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ મંગળવારે જાહેર કરેલા તેના અહેવાલમાં વર્તમાન નાણાકીય વર્ષ (2024-25) માટે રહેણાંક રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે તટસ્થ દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે.

Advertisement

વિકાસ દર ઘટવાની શક્યતા...

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "નીચા વ્યાજ દરો અને સ્થિરતા ખરીદી અને કિંમતોને ટેકો આપી શકે છે". જો કે, છેલ્લા નાણાકીય વર્ષના ઊંચા તુલનાત્મક આધારને જોતાં, વૃદ્ધિ દર નીચો રહેવાની શક્યતા છે.” રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટે ગયા નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિના (એપ્રિલ-ડિસેમ્બર) દરમિયાન મજબૂત દેખાવ નોંધાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ભાવવધારા અને સ્થિર વ્યાજ દરો હોવા છતાં, ટોચના આઠ રિયલ એસ્ટેટ ક્લસ્ટરોના વેચાણમાં વાર્ષિક ધોરણે 25 ટકાથી વધુનો વધારો થયો છે.

નવા પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર વધારો થયો છે...

ઈન્ડિયા રેટિંગ્સ ખાતે કોર્પોરેટ રેટિંગના ડિરેક્ટર મહાવીર શંકરલાલ જૈને જણાવ્યું હતું કે, “મોટા ભાગના ક્ષેત્રોમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમારું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રી-સેલ ગ્રોથ વાર્ષિક ધોરણે આઠથી 10 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2023-24 માં પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં પૂર્ણ થયેલા મકાનો (Home Buyers)ની સંખ્યામાં વધારો થયો છે. તેનું કારણ વેચાણ અને પ્રાપ્તિમાં ઝડપી વૃદ્ધિ સાથે નવા પ્રોજેક્ટ્સમાં વધારો છે, રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષ 2023-24 ના અંતે વાર્ષિક ધોરણે કિંમતોમાં 22 ટકાનો વધારો થયો છે. તુલનાત્મક પાયાની અસર અને મોટી સંખ્યામાં નવા પ્રોજેક્ટ શરૂ કરવાની યોજનાને કારણે વર્તમાન નાણાકીય વર્ષ માટે તે લગભગ પાંચ ટકા રહેવાનો અંદાજ છે. ઈન્ડિયા રેટિંગ્સ અનુસાર, મધ્યમ અને નાના શહેરો (ટાયર 2 અને ટાયર 3)માં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે.

Advertisement

આ પણ વાંચો : દેશની સૌથી મોટી કંપનીએ કરી Dividend ની જાહેરાત, રોકાણ કરો થશે માલામાલ

આ પણ વાંચો : Servocon : જશ્ન-એ-ઈદ નિમિત્તે વર્તમાન પરિપેક્ષ્ય પર ચર્ચાનું કરાયું ખાસ આયોજન

Advertisement

આ પણ વાંચો : Money Rules Changing: 1 મેથી બદલાઇ જશે પૈસા સંબંધિત આ નિયમો

Tags :
Advertisement

.