Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : સંવેદનશીલ બોર્ડર હરામીનાળામાં જવાનો સાથે ગૃહમંત્રી Amit Shah એ વાર્તાલાપ કર્યો

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ કચ્છની મુલાકાતે આવેલા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારની મુલાકાત લીધી હતી. કચ્છની સંવેદનશીલ બોર્ડર હરામીનાળામાં જવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો.આ વિસ્તારમાં જવાનો પડકારો વચ્ચે ફરજ બજાવતા હોય...
kutch   સંવેદનશીલ બોર્ડર હરામીનાળામાં જવાનો સાથે ગૃહમંત્રી amit shah એ વાર્તાલાપ કર્યો

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

Advertisement

કચ્છની મુલાકાતે આવેલા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારની મુલાકાત લીધી હતી. કચ્છની સંવેદનશીલ બોર્ડર હરામીનાળામાં જવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો.આ વિસ્તારમાં જવાનો પડકારો વચ્ચે ફરજ બજાવતા હોય છે ત્યારે મંત્રીએ હરામીનાળાની મુલાકાત લઈ જવાનોનો જુસ્સો વધાર્યો હતો.

HM Amit Shah interacted with jawan

Advertisement

દલદલી ગણાતા આ વિસ્તારમાં જવાનો જીવના જોખમે ફરજ બજાવતા હોય છે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતે જવાનોમાં જુસ્સાનો સંચાર કર્યો હતો. આ તકે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જવાનોને મળીને મને આનંદ થયો છે. હું ભાગ્યશાળી છુ કે સરહદી વિસ્તારના જવાનોને મળી રહ્યો છું.

HM Amit Shah interacted with jawan

Advertisement

વધુમાં તેમણે કહ્યું કે, જવાનોના પરિવાર સાથે આ સરકાર છે. ખરેખર ગૌરવની વાત એ છે કે રાત દિવસ જોયા વગર જવાનો ફરજ બજાવે છે. આજે હરામીનાળાની મુલાકાતને લઈને સીમા સુરક્ષા દળના ઉચ્ચ અધિકારીઓએ ગૃહમંત્રીને નિરીક્ષણ કરાવીને માહિતી આપી હતી.

આ પણ વાંચો : કચ્છના કંડલામાં ઇફકો ખાતે વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.