Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar માં હિટ એન્ડ રન : પૂરપાટ કારે ત્રણ વાહનોને લીધા અડફેટે, મહિલા ટીઆરબી જવાનનું મોત

પોરબંદરમાં સોમવારની રાત્રીના કર્લી જળાશય નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા ત્રણ જેટલા બાઇક અને સ્કુટરને હડફેટ લીધા હતા જેમા પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. બે વ્યકિત ફંગોળાઈને કર્લી જળાશયમાં ખાબકયા હતા તે બાદ ફાયર બ્રિગેડ દ્વારા તેને...
porbandar માં હિટ એન્ડ રન   પૂરપાટ કારે ત્રણ વાહનોને લીધા અડફેટે  મહિલા ટીઆરબી જવાનનું મોત

પોરબંદરમાં સોમવારની રાત્રીના કર્લી જળાશય નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા ત્રણ જેટલા બાઇક અને સ્કુટરને હડફેટ લીધા હતા જેમા પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. બે વ્યકિત ફંગોળાઈને કર્લી જળાશયમાં ખાબકયા હતા તે બાદ ફાયર બ્રિગેડ દ્વારા તેને પાણીમાંથી બહાર કાઢયા હતા. આ ભયાવહ અકસ્માતમાં ટ્રાફિક સહાયક તરીકે ફરજ બજાવતી એક યુવતિનુ મોત થતા પોલીસ વિભાગમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. અકસ્માત સર્જીને કારચાલક નાશી છૂટ્યો હતો. તો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નાશી જનાર કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

બેફામ ઓવર સ્પિડે રોંગ સાઈડમાં આવી હતી કાર

ઓવર સ્પિડે વાહન ચલાવનારોને જાણે કાયદોનો ભય રહ્યો ન હોય તેમ બેફામ રીતે વાહનો ચલાવીને નિદોર્ષ વ્યકિતનો ભોગ લે છે.પોરબંદરમાં તથ્યકાંડની યાદ અપાવતો કિસ્સો સામે આવતા શહેરભરમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી સોમવાની રાત્રીના શહેરના પ્રવેશદ્રારા કર્લી જળાશય ખાતે બેફામ બનીને દોડતી રોંગ સાઈડમાં આવી રહેલ એક કારના ચાલકે ત્રણ ટુ વ્હીલને હડફેટ લીધા હતા જેમા અમદાવાદ ખાતે રહેતા એક પરિવારના બે સભ્યો કર્લી જળાશયમા ખાબકયા હતા તેમને ફાયર બ્રિગેડે સલામતી પૂર્વક બહાર કાઢી અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા આ બનાવમા ટ્રાફીક સહાયકમા ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતિનો સારવાર દરમ્યાન મોત થયુ હતુ. અકસ્માત બાદ કર્લીના પુલ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ધટના બાદ એલસીબી,ઉદ્યોગ પોલીસ,કમલાબાગ પોલીસ સહિત કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકની શોઘખોળ શરૂ કરી છે.

Advertisement

કાર ચાલક સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

સોમવાર રાત્રીના સમયે સર્જાયેલા ભયવાહ અકસ્માતમાં ઈજાગ્રસ્ત નરેન્દ્વ દામોદર શાહીએ કાર ચાલકે સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જાણવ્યા મુજબ છાંયા ચોકી ખાતે સબંધીના ઘરે ગયા હતા ત્યારબાદ ત્યાંથી ઘરે જવા માટે નિકળ્યા હતા.બે મોપેડમાં કાકી તથા કાકા તેમજ મમ્મી સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના સાડા નવ વાગ્યાના સમયે કર્લીના પુલ પર પહોંચતા સામેથી એક કાર ચાલક તેની કાર મારંમાર અને પુરઝડપે રોંગ સાઈડમાં ચલાવી આવી ત્રણ ટુવ્હીલને અડફેટે લીધા હતા જેમના નરેન્દ્વભાઈ શાહી તથા તેમની માતા રમાબેન મોપેડમાં ફંગોળાઈને કર્લી પુલ નીચે પાણીમાં પડેલ હતા ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા પાણીમાં પડેલ બંન્ને સલામત બહાર કાઢયા હતા આ સમગ્ર બનાવમાં કુલ પાંચ વ્યકિત ઈજાગ્રસ્ત બન્યા હતા.જેમના ટ્રાફિક સહાયક શિવાની લાખાણીનું સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માતમાં કારચાલક નાશી ગયો હતો.કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક GJ-25-J-4303 સામે ગુનો દાખલ કરી પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી છે.

Advertisement

અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો : અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ બદલાયો

Tags :
Advertisement

.