ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bangladesh માં હજારો હિન્દુઓ સરદહની તરફ રવાના, ભયનો માહોલ

બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દુઓ પર વધ્યા હુમલા મંદિરો તોડવામાં આવ્યા હિન્દુઓમાં ભયનો માહોલ Bangladesh  Hindus : હવે બાંગ્લાદેશમાં હિંદુઓ (Bangladesh Hindus) માટે કોઈ સ્થાન નથી... મોટાભાગના પરિવારોએ દેશ છોડવાની તૈયારી કરી લીધી છે. સેંકડો હિંદુ પરિવારો સરહદ તરફ રવાના થયા...
07:46 AM Aug 07, 2024 IST | Vipul Pandya
Bangladesh Violence pc google

Bangladesh  Hindus : હવે બાંગ્લાદેશમાં હિંદુઓ (Bangladesh Hindus) માટે કોઈ સ્થાન નથી... મોટાભાગના પરિવારોએ દેશ છોડવાની તૈયારી કરી લીધી છે. સેંકડો હિંદુ પરિવારો સરહદ તરફ રવાના થયા છે, પરંતુ સરહદ સીલ હોવાને કારણે તેઓ અટવાઇ ગયા છે. તો અન્ય જિલ્લાઓમાં પણ સક્ષમ હિન્દુ પરિવારો દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં રહેતા લાખો હિન્દુ પરિવારોની આ પીડાદાયક અગ્નિપરીક્ષા છે, જેમણે વર્ષ 1971માં બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં ભૂમિકા ભજવી હતી. દેશ આઝાદ થયા પછી પણ અનેક રમખાણો થયા, હિંદુઓ પર અત્યાચાર થયા, મંદિરો તોડવામાં આવ્યા પણ આ પરિવારોએ દેશ છોડવાની ના પાડી દીધી હતી… પણ આ વખતે ધીરજનો બંધ તૂટી રહ્યો છે.

નજર સામે મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે

તેઓ કહે છે કે, હવે અમારી પાસે સ્થળાંતર સિવાય કોઈ વિકલ્પ નથી. સ્થાનિકો કહે છે કે અમે ઘણી વખત હુમલા જોયા છે, પરંતુ આ વખત જેવી સ્થિતિ પહેલા ક્યારેય નહોતી. 1971માં અમે પાકિસ્તાન સામે સાથે મળીને લડ્યા હતા, પરંતુ આ વખતે માત્ર હિન્દુઓ અને લઘુમતી સમુદાયો જ જમાતીઓના નિશાના પર છે. અમારી નજર સામે મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે. અમારા ઘર પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. સરહદ ખુલતાની સાથે જ અમે દેશ છોડી દઈશું, પરંતુ તે પહેલા અમારી સાથે શું થશે તે અમને ખબર નથી.

આ પણ વાંચો----Jaishankar : " રાજદૂતો અને હિન્દુઓની સુરક્ષા કરે બાંગ્લાદેશની એજન્સીઓ...!"

27 રાજ્યોમાં હિંદુઓ અને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

અવામી લીગના નેતા અને ટ્રાન અને સમાજ કલ્યાણ સમિતિના નાયબ સભ્ય અજય કુમાર સરકાર કહે છે કે, બાંગ્લાદેશના કુલ 64 જિલ્લાઓમાંથી 21 જિલ્લામાં હિન્દુઓની વસ્તી છે. આમાં મુખ્ય જિલ્લાઓમાં ફિરોઝપુર, ગોપાલગંજ, બઘેરહાટ, ખુલના, જશોર, બગુડા, જીલ્દા, ઝાલોકાઠી, બોડીશાલ, દિનાજપુર, પંચોગ્રામ, બોગુડા, લાલમોનીર હાટ, કુડીગ્રામ, રંગપુર વગેરે છે. 1986માં એક સમય હતો, જ્યારે હું અને મારા ગામના બાળકો મુસ્લિમ વસ્તી જોવા માટે ગામથી 10 કિમી દૂર જતા હતા, કારણ કે તેમાં મોટાભાગની હિંદુઓની માલિકી હતી. આજે થોડાં જ મકાનો બાકી છે. આ વખતે પણ આ મકાનો બચશે નહીં. દુપચાચીયા અને આદોમદીઘીમાં ગઈકાલે રાતથી હિન્દુ પરિવારોના ઘરો પર હુમલા થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને અરાજકતા વચ્ચે ત્યાંના લગભગ 27 રાજ્યોમાં હિંદુઓ અને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.ગુસ્સે ભરાયેલા ટોળાએ લગભગ 27 જિલ્લાઓમાં હિંદુઓના ઘરો તેમજ તેમના વેપારી મથકોને નિશાન બનાવ્યા છે. એટલું જ નહીં બદમાશોએ તેની કિંમતી સામાન પણ લૂંટી લીધો હતો. ત્યાં મંદિરો અને ગુરુદ્વારાઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે. શેખ હસીનાએ સત્તા અને દેશ છોડ્યા બાદ ત્યાંની સ્થિતિ વધુ ખરાબ બની છે. આ સમાચાર બાંગ્લાદેશની ન્યૂઝ વેબસાઈટ ડેઈલી સ્ટારમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત પર ચિંતા વ્યક્ત કરી

વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત પર ચિંતા વ્યક્ત કરી છે. VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે કહ્યું કે ત્યાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એક દિવસ પહેલા ગુસ્સે ભરાયેલા ટોળાએ પંચગઢ જિલ્લામાં 22 ઘરો, ઝેનાઈદહમાં 20 ઘરો અને જેસોરમાં 22 દુકાનોને નિશાન બનાવી હતી. તેમણે આ લોકોની સુરક્ષા માટે ભારત સરકારને અપીલ કરી હતી.

બાંગ્લાદેશ સરહદ પર તૈનાત સુરક્ષા દળોને એલર્ટ રહેવાના આદેશ

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓના ઘરો, મંદિરો અને તેમની વ્યાપારી સંસ્થાઓને નિશાન બનાવવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. સરકારનું કહેવું છે કે તે ત્યાંની વર્તમાન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. બાંગ્લાદેશ સરહદ પર તૈનાત સુરક્ષા દળોને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે પાડોશી દેશની સ્થિતિ ચિંતાજનક છે. ભારત સરકાર ત્યાંની વર્તમાન વ્યવસ્થાના સંપર્કમાં છે.

આ પણ વાંચો----કોણ છે આ ત્રણ Students..? જેમણે બાંગ્લાદેશમાંથી હસીનાને ભગાડ્યા...

Tags :
attacks onBangladeshBangladesh Reservation MovementBangladesh violenceGujarat FirstHindusInternationalminorityminority HindusSheikh Hasinaworld
Next Article