Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himmatnagar : સબજેલમાં દુષ્કર્મનાં આરોપીએ ગળે ફાંસો ખાધો, કારણ ચોંકાવનારું!

હિંમતનગર સબજેલમાં દુષ્કર્મનાં આરોપીએ ગળેફાંસો ખાધો ટોયલેટનાં સળિયા સાથે નાયલોન દોરી બાંધી ફાંસો ખાધો યુવકનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ મોકલાયો આરોપીનાં પિતા સામે ગુનો નોંધાયા બાદ આપઘાત કર્યો હિંમતનગરની (Himmatnagar) સબજેલમાં દુષ્કર્મના એક આરોપીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા...
himmatnagar   સબજેલમાં દુષ્કર્મનાં આરોપીએ ગળે ફાંસો ખાધો  કારણ ચોંકાવનારું
  1. હિંમતનગર સબજેલમાં દુષ્કર્મનાં આરોપીએ ગળેફાંસો ખાધો
  2. ટોયલેટનાં સળિયા સાથે નાયલોન દોરી બાંધી ફાંસો ખાધો
  3. યુવકનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ મોકલાયો
  4. આરોપીનાં પિતા સામે ગુનો નોંધાયા બાદ આપઘાત કર્યો

હિંમતનગરની (Himmatnagar) સબજેલમાં દુષ્કર્મના એક આરોપીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જેલની ટોયલેટના સળિયા સાથે નાયલોન દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. આરોપીના પિતા સામે ગુનો નોંધાયા બાદ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે. જો કે, પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ (Ahmedabad) મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, ઉકાઇ ડેમનાં 10 જ્યારે ભાદર ડેમનાં 7 દરવાજા ખોલાયા

Advertisement

ટોયલેટનાં સળિયા સાથે નાયલોન દોરી બાંધી ફાંસો ખાધો

હિંમતનગરની (Himmatnagar) સબજેલમાં વિપુલ નામનો આરોપી કેદ હતો. આરોપી વિપુલ દુષ્કર્મના કેસમાં (Rape Case) જેલમાં હતો. માહિતી મુજબ, જેલનાં બેરેક નંબર 11 માં ટોયલેટનાં વેન્ટિલેશનનાં સળિયા સાથે નાયલોન દોરી બાંધીને આરોપી વિપુલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જાણ થતાં પોલીસ કર્મી ત્યાં પહોંચ્યા હતા અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (Forensic Postmortem) કરવા માટે અમદાવાદ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : રાવણ દહન કાર્યક્રમમાં આ શું બોલી ગયા મેયર ? જાહેરમાં લપસી જીભ, Video થયો વાઇરલ

Advertisement

પિતા સામે ગુનો નોંધાયા બાદ પુત્રે આત્મહત્યા કરી!

પોલીસનાં જણાવ્યા મુજબ, આરોપીનાં પિતાએ પુત્રના જામીન માટે ખોટા દસ્તાવેજો રજૂ કરતા પિતા સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, પિતા સામે ગુનો નોંધાયા બાદ આરોપી પુત્રે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આરોપી વિપુલ વિરુદ્ધ ગત જુલાઇ માસમાં પોસ્કો (POSCO) અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. જો કે, આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Mehsana : ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકે કોન્ટ્રાક્ટર, એન્જિ. સહિત 3 સામે કરી ફરિયાદ

Tags :
Advertisement

.