Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GST : એપ્રિલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન

GST Record : GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મોરચે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન થયું છે. આ આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. GST રેવન્યુમાં વાર્ષિક ધોરણે કુલ...
gst   એપ્રિલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ gst રેવન્યુ કલેક્શન

GST Record : GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મોરચે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન થયું છે. આ આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. GST રેવન્યુમાં વાર્ષિક ધોરણે કુલ આવકમાં 12.4%નો વધારો થયો છે.

Advertisement

એપ્રિલ 2024 માટે GST કલેક્શનની વિગતો

  • સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST): ₹43,846 કરોડ
  • સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST): ₹53,538 કરોડ
  • ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST): ₹99,623 કરોડ
  • સેસ: ₹13,260 કરોડ
  • રિફંડ પછી નેટ GST ₹1.92 લાખ કરોડ

મળતી વિગતો પ્રમાણે રિફંડ પછી નેટ GST ₹1.92 લાખ કરોડ રહ્યો. જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો થયો છે. એપ્રિલ, 2024ના મહિનામાં કેન્દ્ર સરકારે IGST થી CGST ને ₹50,307 કરોડ અને SGST ને ₹41,600 કરોડની પતાવટ કરી હતી. ઉલ્લેખનિય છે કે માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

Advertisement

નાણાકીય વર્ષ 2023-24 માટે કલેક્શન

આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરેરાશ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ હતું, જે અગાઉના વર્ષની રૂ. 20 લાખ કરોડની આવક કરતાં વધુ છે, જે 11.7 ટકાનો વધારો દર્શાવે છે.

આ પણ વાંચો------ Godrej Split: ગોદરેજમાં વિભાજન, જાણો કોને શું મળ્યું ? 1879 માં તાળા બનાવવાથી કરી હતી શરૂઆત

Advertisement

આ પણ વાંચો------ Rule Change: આજથી બદલાયા આ મોટા નિયમો, તમારા ખિસ્સાને કરશે અસર!

આ પણ વાંચો----- Share market : શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સમાં 941 પોઈન્ટનો ઉછાળો

Tags :
Advertisement

.