ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jharkhand : હેમંત સોરેનની સરકાર ભ્રષ્ટ, Shivraj Singh એ કહ્યું- 'Cyclone Dana' કરતા પણ ઘાતક

Jharkhand Assembly Elections 2024 : ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે તીક્ષ્ણ નિવેદનબાજીનો દોર શરૂ...
07:18 PM Oct 24, 2024 IST | Dhruv Parmar
  1. Shivraj Singh એ હેમત સોરેનને લીધા આડે હાથ
  2. કહ્યું- 'Cyclone Dana' કરતા પણ ઘાતક છે તેમની સરકાર
  3. હેમંતની સરકાર પર ભ્રષ્ટાચાર, વિનાશ અને લૂંટના આરોપો

ઝારખંડ (Jharkhand)માં વિધાનસભા ચૂંટણી 2024 ની તારીખ સામે આવતાં જ રાજકીય પક્ષો વચ્ચે એકબીજા વિરુદ્ધ તીક્ષ્ણ નિવેદનબાજી વધી છે. આ ક્રમમાં બુધવારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh) હેમંત સોરેનની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવરાજે કહ્યું છે કે, હેમંત સોરેન સરકાર ચક્રવાતી તોફાન 'દાના' (Cyclone Dana) કરતા પણ વધુ ઘાતક છે. ચાલો જાણીએ શિવરાજે  (Shivraj Singh) આવું કેમ કહ્યું.

શિવરાજે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh) ગુરુવારે હેમંત સોરેનની JMM ના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર જોરદાર હુમલો કર્યો. શિવરાજે  (Shivraj Singh) કહ્યું કે, હેમંત સોરેનની સરકાર ગંભીર ચક્રવાતી તોફાન 'દાના' (Cyclone Dana) કરતા પણ વધુ ઘાતક છે. શિવરાજે ચેતવણી આપી હતી કે, જો ઝારખંડ (Jharkhand) મુક્તિ મોરચાની આગેવાની હેઠળની સરકાર ફરી સત્તામાં આવશે તો તે રાજ્યમાં વિનાશ સર્જશે. શિવરાજે વધુમાં કહ્યું કે, ગંભીર ચક્રવાતી તોફાન દાના (Cyclone Dana) બે દિવસમાં અદૃશ્ય થઈ જશે પરંતુ જો હેમંત સોરેનની સરકાર ફરીથી સત્તામાં આવશે તો તે તબાહી સર્જશે.

આ પણ વાંચો : Bihar : RCP સિંહનો ભાજપથી મોહભંગ, હવે બનાવશે પોતાની પાર્ટી

ભ્રષ્ટાચાર, વિનાશ અને લૂંટના આરોપો...

રાંચીમાં એક રેલીને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh) JMM સરકારના પાંચ વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર, વિનાશ અને લૂંટનો આરોપ લગાવ્યો હતો. શિવરાજે (Shivraj Singh) રેલીમાં આવેલા લોકોને કહ્યું કે હેમંત સોરેનની ગઠબંધન સરકારને ઉથલાવી દેવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો : Diwali અને છઠ પર લોકોને રેલવેએ આપી ભેટ, મુસાફરોને મળશે આ ખાસ સુવિધા...

ચૂંટણી ક્યારે યોજાશે?

ચૂંટણી પંચે ઝારખંડ (Jharkhand)માં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠકો માટે 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. દુમકા વિધાનસભા સીટ પર બીજા તબક્કામાં 20 નવેમ્બર 2024 ના રોજ મતદાન થશે.

આ પણ વાંચો : UP by Election : ભાજપે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો અખિલેશની બેઠક પરથી કોણ લડશે ચૂંટણી

Tags :
assembly election 2024Cyclone DanaGujarati NewsHemant SorenIndiaJharkhand Assembly Election 2024Nationalshivraj singh chouhan
Next Article