ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: સાચવજો..હજું ખતરો ટળ્યો નથી કારણ કે....

રાજ્યમાં આગામી 24 કલાક અતિભારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી બોટાદ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી જૂનાગઢ, દ્વારકા, જામનગરના ભાગોમાં વરસાદ રહેશે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ ભારે વરસાદ રહેશે કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની...
07:31 AM Aug 28, 2024 IST | Vipul Pandya
Gujarat RAIN

Gujarat RAIN : મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં પ્રવેશ્યા બાદ હવે તે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ (Gujarat RAIN)ની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતી સર્જાઇ શકે છે.

આજે કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મોન્સૂન ટ્રફ, ઑફશોર ટ્રફ સક્રિય થતા આજે સૌરાષ્ટ્રમાં અસાધારણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 29 ઓગસ્ટના રોજ પણ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયુ છે તો કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે

આ જિલ્લામાં રેડ એલર્ટ

ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ,દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયુ છે તો સાથે સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો----VADODARA : મોડી રાત્રે લેવાયેલા મોટા નિર્ણય બાદ રાહતની આશ

આજે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત છે.

24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી વ્યક્ત કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કચ્છમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળ બંબાકાર ની આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત

જો કે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વરસાદ નું જોર ઘટવાની આગાહી કરી છે પણ તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે.તેમણે અનુમાન કર્યું કે રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે અને 28 મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.

આ પણ વાંચો----Gujarat Rain: વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી

Tags :
forecastGujaratgujarat rainheavy to very heavy rainIMD GujaratMeteorological DepartmentWeather Alert
Next Article