Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દ.ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો

છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં રાજ્યનાં 115 તાલુકાઓમાં 1થી 6 ઈંચ સુધીનો વરસાદ પડતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં હતા. આ સિવાયના 75 તાલુકાઓમાં હળવાથી...
દ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ  જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો

છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં રાજ્યનાં 115 તાલુકાઓમાં 1થી 6 ઈંચ સુધીનો વરસાદ પડતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં હતા. આ સિવાયના 75 તાલુકાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

Advertisement

બારડોલીમાં પણ 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

Advertisement

તાપી જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં બારેમેઘ ખાંગા થયાં હોય તેવો માહોલ જોવા મળ્યો છે. તાપીના વલોદ તાલુકામાં 10 અને વ્યારામાં 9.72 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય સુરતના મહુવામાં ગુરુવારે બપોરે 12થી 2 દરમિયાન બે કલાકમાં પોણા ચાર ઈંચ અને 36 કલાકમાં 9.08 ઈંચ વરસાદ ખાબકી ગયો. આ સિવાય જૂનાગઢમાં સાંજે 4થી 6 દરમિયાન ધોધમાર 5 ઈંચ અને 36 કલાકમાં 9.32 ઈંચ વરસાદ વરસતાં નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં હતા. આ ઉપરાંત સુત્રાપાડા, ડોલવણ, વિસાવદર અને બારડોલીમાં પણ 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Advertisement

અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ

જોકે હજુ રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. જેમાં અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં શુક્રવારના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગુરુવારે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં તાપી, સુરત, નવસારી તેમજ મધ્ય ગુજરાતનાં વડોદરા, નર્મદા, આણંદ અને ખેડા જિલ્લામાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયાં હતા.

હાલોલ-વાસદમાં વરસાદના કારણે દીવાલ ધરાશાયી, છ બાળકોનાં મોત

હાલોલ ચંદ્રપુરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી શિવમ એલોઇસ એન્ડ કેમિકલ કંપનીમાં કામ કરતા કામદારો આજે સવારે વરસાદથી બચવા પતરાવાળી રૂમમાં હતા. ત્યારે આ કંપનીની બાજુની સન્મુખ એગ્રો કેમિકલ કંપનીમાં પાણી ભરાઈ જતા આ કંપનીની દીવાલ ધરાશાયી થઈ પતરાવાળી રૂમ પર પડતા અભિષેક અંબારામ ભુરીયા (ઉ.વ 4), ગુનગુન અંબારામ ભુરીયા (ઉ.વ.2), મુસ્કાન અંબારામ ભુરીયા (ઉ.વ. 5) તથા ચીરીરામ જીતેન્દ્રભાઈ ડામોર (ઉ.વ.5)ના મોત થયા હતા. આણંદ જિલ્લાના વાસદમાં તારાપુર માર્ગ ઉપર ખુલ્લા પ્લોટ વચ્ચેના કાંસ પાસે ઝૂંપડી બનાવીને રહેતા અને ફુગ્ગાનો વ્યવસાય કરતા પાલિતાણાના દેવી પૂજક પરિવારના બે બાળકો ભોપા પરમાર (ઉ.વ.5) તથા શકુ ઉર્ફે બુઇ પરમાર (ઉ.વ.7) આજે બપોરે મોબાઇલમાં રમત રમી રહ્યા હતા ત્યારે વરસાદના કારણે પ્લોટની દીવાલ ધરાશાયી થતા બન્ને બાળકોના દબાઇ જતા મોત નીપજયા છે.

આપણ  વાંચો -વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ ઉત્પાદન થતી હિંલ્સા માછલી માછીમારો માટે વરસની રોજગારી

Tags :
Advertisement

.