Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

ગુજરાતમાં હાલ વરસાદની માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 7મી અને 8મીએ રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. પૂર્વ-પશ્ચિમ તરફનું...
રાજ્યમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ  હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

ગુજરાતમાં હાલ વરસાદની માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 7મી અને 8મીએ રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.

Advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના રોજ અમરેલી,ભાવનગર,જૂનાગઢ,બોટાદ,ગીર સોમનાથ,સુરત,તાપી,ડાંગ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે

Advertisement

અંબાલાલ પટેલે શું કરી આગાહી

Advertisement

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.

આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71 અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.

આપણ  વાંચો -રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું

Tags :
Advertisement

.