જુલાઇ મહિનો રહેશે 'અતિ ભારે'....કારણ વાંચીને તમે ચોંકી જશો..!
રાજ્યમાં જુલાઇ મહિનામાં સારો વરસાદ પડી શકે છે કારણ કે ગુજરાત (Gujarat)ને માથે ત્રણ વરસાદી સિસ્ટમ (rain systems ) સક્રિય થઇ રહી છે. હાલ રાજ્યમાં ભારે વરસાદ (Heavy rain) પડી રહ્યો છે પણ આગામી દિવસોમાં હજું વધુ ભારે વરસાદ ખાબકે...
11:28 AM Jul 09, 2023 IST
|
Vipul Pandya
રાજ્યમાં જુલાઇ મહિનામાં સારો વરસાદ પડી શકે છે કારણ કે ગુજરાત (Gujarat)ને માથે ત્રણ વરસાદી સિસ્ટમ (rain systems ) સક્રિય થઇ રહી છે. હાલ રાજ્યમાં ભારે વરસાદ (Heavy rain) પડી રહ્યો છે પણ આગામી દિવસોમાં હજું વધુ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત પર વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઇ રહી છે અને તેના કારણે આ મહિનામાં ભારે વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય થશે સિસ્ટમ
જે અહેવાલો મળી રહ્યા છે તે મુજબ એક વરસાદી સિસ્ટમ 15 જુલાઇની આસપાસ બંગાળની ખાડીમાં સક્રિય થશે અને આ સિસ્ટમ ત્યારબાદ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે અને ત્યારબાદ 20 જુલાઇની આસપાસ આ સિસ્ટમ વધુ મજબૂત બનતાં તેના કારણે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં 2 વરસાદી સિસ્ટમ
બંગાળની ખાડીમાં 2 સિસ્ટમ સક્રિય થવાના કારણે તેની અસર ગુજરાત પર પડી શકે છે અને જુલાઇ માસમાં મધ્ય ભાગમાં આ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 20 જુલાઇ સુધી ભારે વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેના કારણે 12 જુલાઇ સુધી ભારે વરસાદ રહેશે પણ ત્યારબાદ વરસાદનું જોર થોડુ ઘટશે પણ પછી બંગાળની ખાડીમાં સર્જાનારી 2 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કહેર વર્તાવી શકે છે અને ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે છે. આ સાથે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે પણ ભારે વરસાદ પડી શકે છે. જુલાઇ માસ વરસાદથી ભરપૂર રહે તેવું હાલ લાગી રહ્યું છે.
Next Article