Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Update: પંજાબ-હરિયાણામાં ભારે વરસાદ, બિહાર-ઝારખંડમાં 'લૂ'ની સંભાવના; હવામાન વિભાગની આગાહી

Weather Update: ભારતમાં અત્યારે મોસમ ઘણીએ બદલાઈ જાય છે. ભારતના વિભિન્ન રાજ્યોમાં અત્યારે મોસમના અલગ-અલગ રૂપમાં જોવા મળી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર...
08:02 AM Apr 29, 2024 IST | VIMAL PRAJAPATI
Weather Update

Weather Update: ભારતમાં અત્યારે મોસમ ઘણીએ બદલાઈ જાય છે. ભારતના વિભિન્ન રાજ્યોમાં અત્યારે મોસમના અલગ-અલગ રૂપમાં જોવા મળી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 એપ્રિલે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં કરા, તોફાન અને વરસાદની સંભાવના છે. ચાલો હવામાનની દરેક વિગતો મેળવીએ...

દિલ્હીનું મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી રહેશે

દિલ્હીની વાત કરવામાં આવે તો એક અઠવાડિયા સુધી સતત તાપમાન વધી શકે છે. આજથી 3 દિવસ સુધી દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાશે અને વાદળોની અવરજવર પણ ચાલુ રહેશે. IMD અનુસાર, આ સપ્તાહ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. લઘુત્તમ તાપમાન 22 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે તેવી શક્યતા

મોસમ વિભાગના જણાવ્યા પ્રમામે વાત કરવામાં આવે તો, આજે ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. 29 એપ્રિલે જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં હળવો વરસાદ થઈ શકે છે.

આ વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહીઓ કરવામાં આવી

આ સિવાય વાત કરવામાં આવે તો અરૂણાચલ પ્રદેશમાં સામાન્ય વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પૂર્વ ભારતમાં પણ અત્યારે સામાન્ય વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, છત્તીસગઢ અને દક્ષિણ ઓરિસાના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે તુફાનની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે પંજાબના ઉત્તરીય ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા કરા પડી શકે છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને તોફાન થવાની શક્યતા છે. કેરળમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: Central Health Ministry Rules: સરકારી હોસ્પિટલોને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા….

આ પણ વાંચો: Chennai Child Rescue: બાલ્કનીમાં પડેલા શિશુનું દિલ-ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું

આ પણ વાંચો: Atishi : AAP ના કેમ્પેઈન સોંગ પર ECએ લગાવી રોક,આતિશીએ કહી આ વાત

Tags :
All India Weather UpdatesDelhi weather updateIMD Weather Updateslatest weather updatenational newsToday National Newstoday weather updateVimal Prajapatiweather update
Next Article