Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Heavy Rain: રવિવારે રાત્રે ગુજરાતના અનેક વિસ્તારોમાં....

ગુજરાતમાં રવિવારે રાત્રે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો સર્વત્ર જળબંબાકારની સ્થિતી સવારે 7-30 વાગે અમદાવાદમાં ફરી ભારે વરસાદ શરુ મહીસાગર જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતી Heavy Rain : ગુજરાતમાં રવિવારે રાત્રે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rain) ખાબક્યો...
07:50 AM Aug 26, 2024 IST | Vipul Pandya
GUJARAT RAIN

Heavy Rain : ગુજરાતમાં રવિવારે રાત્રે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rain) ખાબક્યો છે જેના કારણે સવારે લોકો ઉઠ્યા ત્યારે સર્વત્ર જળબંબાકાર જોવા મળ્યું હતું. અમદાવાદમાં રાત્રે મેઘરાજાએ ભારે બઘડાટી બોલાવી હતી અને આખી રાત વરસાદ વરસતો રહ્યો હતો જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સવારે 7-30 વાગે અમદાવાદમાં ફરી ભારે વરસાદ શરુ થયો છે. વરસાદી પાણી ભરાતા અમદાવાદના 3 અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. સમગ્ર ગુજરાતમાં રાત્રે ભારે વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ રાત્રે ભારે વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં રાત્રે 12 વાગે ભારે વરસાદ

અમદાવાદમાં રાત્રે 12 વાગે ભારે વરસાદ શરુ થયો હતો જે સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સર્વત્ર પાણી ભરાઇ ગયા છે. આખી રાત વરસાદ વરસતાં વરસાદના વિરામ પછી પણ અનેક સ્થળોએ પાણી ભરાયેલા હતા. અમદાવાદમાં વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા ત્રણ અંડરપાસ કરવામાં બંધ કરાયા છે જેમાં મીઠાખળી, પરિમલ અને અખબારનગર અંડરપાસ બંધ કરાયા છે.

આ પણ વાંચો---Halavadની કંકાવટી નદીમાં ટ્રેક્ટર તણાયું, 10થી વધુ લાપતા...

બોપલનું સ્ટર્લિંગ સિટી જળ બંબાકાર

ભારે વરસાદના કારણે અમદાવાદના બોપલનું સ્ટર્લિંગ સિટી જળ બંબાકાર બન્યું છે. ઔડા રોડ અને સેકટર A અને B પાણી ભરાવાથી એકાકાર થયા છે.ઘણા બંગલાઓમાં વરસાદી પાણી પ્રવેશ્યા છે જેથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

મહીસાગર જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતી

આ તરફ મહીસાગર જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતી જોવા મળી છે અને મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સંતરામપુર તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે અને કડાણા અને લુણાવાડા તાલુકામાં પાંચ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ખાનપુર અને વીરપુર તાલુકામાં ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે. બાલાસિનોર તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ છે.

વલસાડમાં પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો

આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદે કહેર વરતાવ્યો છે. વલસાડમાં પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઓરંગા નદી કિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે જોવા મળે છે. કૈલાસ રોડ પુલ અને લીલાપોર પુલ પર નદીના પાણી ફરી વળ્યા હતા. આ આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતા જોવા મળે છે. રહેણાંક વિસ્તારની સાથે ખેતરોમાં પણ ઓરંગાના પાણી ફરી વળ્યા હતા . ઉપરવાસમાં મેઘાએ વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે ઔરંગા નદી હાલ પણ બંને કાંઠે છે અને તંત્ર હજી પણ એલર્ટ મોડ પર છે.

આ પણ વાંચો---VADODARA : ભારેથી અતિભારે વરસાદની આગાહી, જળાશયો છલકાયા

Tags :
forecastinggujarat rainheavy rainMeteorological DepartmentMonsoonMONSOON 2024Weather Alert
Next Article