Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યભરમાં વરસાદી માહોલ, આજે પણ ભારે વરસાદની આગાહી 

4 દિવસની ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. રવિવારે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી ઝાંપટા પડી રહ્યા છે....
રાજ્યભરમાં વરસાદી માહોલ  આજે પણ ભારે વરસાદની આગાહી 
4 દિવસની ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. રવિવારે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી ઝાંપટા પડી રહ્યા છે.
અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે  પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ
બીજી તરફ  અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વથી લઇને પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. અમદાવાદના  સોલા, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, શીલજ, થલતેજ, વસ્ત્રાપુર, મેમનગર,  રાણીપ, વાડજ, ઉસ્માનપુરા તથા રામોલ, નારોલ, મેમ્કો, નરોડા વિસ્તારમાં અને  બાપુનગર, અમરાઈવાડી, ઓઢવમાં વરસાદ નોંધાયો છે.
Advertisement
Tags :
Advertisement

.