Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Heavy Rain Forecast : 4 જિલ્લામાં ભારે તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ 26,27 અને 28 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી શિયર ઝોન કારણે રાજ્યમાં વરસાદની આગાહી ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદનું યલો એલર્ટ નવસારી, ડાંગ, વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અમરેલી,...
heavy rain forecast   4 જિલ્લામાં ભારે તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Advertisement
  • રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ
  • 26,27 અને 28 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ
  • હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી
  • શિયર ઝોન કારણે રાજ્યમાં વરસાદની આગાહી
  • ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદનું યલો એલર્ટ
  • નવસારી, ડાંગ, વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ
  • અમરેલી, ભાવનગર, તાપીમાં ભારે વરસાદની આગાહી
  • આજે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા વધુ

Heavy Rain Forecast : જતા જતા પણ મેઘરાજા રાજ્યમાં ફરી એક વાર પોતાનો પરચો દેખાડશે. રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી (Heavy Rain Forecast) કરવામાં આવી છે. શિયર ઝોનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કર્યું છે. તેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે.

Advertisement

આ પણ વાંચો---Gujarat Rain Update: આ Navratri એ પલળવાનું નક્કી!, હવામાન નિષ્ણાતોએ કરી મોટી વાત

Advertisement

શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડશે

શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડશે. 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે અને નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં પડશે વરસાદ

26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે અને અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે અને ગઇ કાલની સરખામણીએ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા મળશે. ઉલ્લેખનિય છે કે કચ્છમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે.

આ પણ વાંચો---Rain forecast: ગુજરાતમાં ફરી છૂટા છવાયા વરસાદની આગાહી, જાણો કેવી રહેશે નવરાત્રી

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

AAP ના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું ગોળી વાગવાથી મોત, સમગ્ર પંજાબમાં શોકનું મોજું

featured-img
ધર્મ ભક્તિ

Maha Kumbh 2025: યોગી આદિત્યનાથ PM Modi ને મળ્યા, કળશ અર્પણ કર્યો અને મહાકુંભ માટે આમંત્રણ આપ્યું

featured-img
રાષ્ટ્રીય

તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં દાખલ

featured-img
જૂનાગઢ

Junagadh: ઝેરી મધમાખીઓના ઝુંડે ખેડૂત પર કર્યો હુમલો, સારવાર દરમિયાન થયું મોત

featured-img
રાજકોટ

Rajkot-કાલાવડ રોડ પર ડોક્ટરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો

featured-img
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં ટ્રિપલ મર્ડર, પત્રકારના આખા પરિવારની કુહાડીથી હત્યા

×

Live Tv

Trending News

.

×