Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: રાજ્યમાં હજી બે દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં રહેશે ઓરેન્જ એલર્ટ

Ahmedabad Heatwave: ગુજરાતમાં અત્યારે ગરમી સતત વધી રહીં છે. આ સાથે હવામાન વિભાગની વાત કરવામાં આવે તો, રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે તો શહેરમાં હજી કાળજાળ ગરમી પડવાની છે....
07:59 AM May 27, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad Heatwave

Ahmedabad Heatwave: ગુજરાતમાં અત્યારે ગરમી સતત વધી રહીં છે. આ સાથે હવામાન વિભાગની વાત કરવામાં આવે તો, રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે તો શહેરમાં હજી કાળજાળ ગરમી પડવાની છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 1 જૂન સુધી 43 ડિગ્રી તાપમાન રહેવાનું છે. રાહતની વાત એ છે કે, બે દિવસ બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે, જેથી લોકોને ગરમીથી થોડી રાહત મળશે. રાજ્યના અન્ય વિસ્તારની વાત કરીએ તો, હિમ્મતનગરમાં 45.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી પડી શકે છે.

6 દિવસમાં 1200થી વધુ લોકો બીમાર પડ્યા

નોંધનીય છે કે, ગરમીના કારણે રાજ્યમાં 6 દિવસમાં 1200થી વધુ લોકો બીમાર પડ્યા છે. આ સાથે 100થી વધુ લોકોને હીટ સ્ટ્રોકની સારવાર લેવી પડી છે. ગરમી અત્યારે લોકોને ખુબ જ પરેશાન કરી રહી છે. કારણ કે, પહેલા તો ખાસ કરીને બપોર જ વધારે પડતી હતી. પરંતુ અત્યારે જાણે સવાર થતી જ નથી. દિવસ ઉગતાની સાથે બપોર થઈ જાય છે. એનો મતલબ કે, અત્યારે સવારમાં પણ ભીષણ ગરમી પડવાનું શરૂ થઈ જાય છે.

આ રહ્યા રાજ્યમાં ગરમીના આંકડા
હિમ્મનગર
45.2 ડિગ્રી તાપમાન
અમદાવાદ
43.2 ડિગ્રી તાપમાન
ગાંધીનગર43 ડિગ્રી તાપમાન
અમરેલી43 ડિગ્રી તાપમાન
ડીસા
42.3 ડિગ્રી તાપમાન
વડોદરા42 ડિગ્રી તાપમાન
છોટા ઉદેપુર
41.5 ડિગ્રી તાપમાન
ભુજ
41.2 ડિગ્રી તાપમાન
રાજકોટ
40.7 ડિગ્રી તાપમાન
ભાવનગર
39.9 ડિગ્રી તાપમાન
દાહોદ
39.9 ડિગ્રી તાપમાન
પોરબંદર
36.4 ડિગ્રી તાપમાન
વલસાડ36 ડિગ્રી તાપમાન
સુરત
35.4 ડિગ્રી તાપમાન
જામનગર
34.4 ડિગ્રી તાપમાન

હિંમતનગરમાં સૌથી વધારે 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું

આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, રાજ્યમાં હિંમતનગરમાં સૌથી વધારે 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારબાદ અમદાવાદ (Ahmedabad)માં પણ 43.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ ઓછો જોવા મળ્યો છે. ખાસ કરીને જામનગરમાં તાપમાન માત્ર 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પરંતુ રાજ્યમાં અત્યારે અન્ય વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહીં છે. જેના કારણે અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે.

આ પણ વાંચો: 135 કિમીની ઝડપે ત્રાટક્યું Cyclone Remal

આ પણ વાંચો:  TRP GameZone : ગૃહવિભાગ એક્શન મોડમાં, CM ના આદેશ બાદ અમદાવાદમાં પણ તપાસનો ઘમઘમાટ

આ પણ વાંચો:  Mundra : અદાણી પોર્ટસ મુંદ્રા ખાતે સૌથી મોટું જહાજ MSC Anna લાંગરવામાં આવ્યું

Tags :
Ahmedabad HeatwaveAhmedabad Heatwave NewsAhmedabad Latest NewsAhmedabad NewsHeatwave GujaratHeatwave NewsHeatwave Updatelatest newsVimal Prajapati
Next Article