Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Heat Alert : આ તો ગરમીનું ટ્રેલર હતું...! અંગ દઝાડતી ગરમી તો હવે પડશે, તાપમાનમાં થશે 3 થી 4 ડિગ્રીનો વધારો

Alert : આ વર્ષની ગરમીએ લોકોને ખૂબ જ પરેશાન કરી દીધા છે. આ પહેલા બપોરના સમયે નીકળવાથી લોકોને તકલીફ પડતી હતી પણ આ વર્ષે સવારનો સમય હોય કે રાત્રિનો તાપમાન સતત વધતી જોવા મળી રહ્યું છે. દેશના મોટાભાગના રાજ્યો અત્યારે...
02:42 PM May 23, 2024 IST | Hardik Shah
Heat Alert

Alert : આ વર્ષની ગરમીએ લોકોને ખૂબ જ પરેશાન કરી દીધા છે. આ પહેલા બપોરના સમયે નીકળવાથી લોકોને તકલીફ પડતી હતી પણ આ વર્ષે સવારનો સમય હોય કે રાત્રિનો તાપમાન સતત વધતી જોવા મળી રહ્યું છે. દેશના મોટાભાગના રાજ્યો અત્યારે ગરમીની ઝપટમાં છે. સ્થિતિ એવી છે કે ઉત્તર ભારતના 8 રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની ઉપર છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તાપમાન 48 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તો તેમા ગુજરાત પણ બાકાત રહ્યું નથી. અહીં પણ તાપમાન 45ને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં હવે સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ ઉત્તર ભારતમાં વાદળો હજુ દૂર છે. જોકે દિલ્હીમાં સવાર અને સાંજના પવનોએ વધતા તાપમાનના પારાને અંકુશમાં રાખ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની સંભાવના છે.

અંગ દઝાડતી ગરમીમાં થશે વધારો

દેશભરમાં અંગ દઝાડતી ગરમીએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. વળી એવી પણ સંભાવના છે કે આગામી દિવસોમાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં હીટવેવની અસર વધુ તીવ્ર બનશે. જો બુધવારની વાત કરીએ તો દેશના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી પડી હતી. આ આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર પણ ઘટી ગયું છે. જેના કારણે પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 3 થી 4 ડિગ્રીના વધારીની આગાહી સાથે આગામી થોડા દિવસોમાં સ્થિતિ વધુ વણસી જવાની આગાહી કરવામાં આવી છે.

Heatwave in Gujarat

હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં તમામ ઉંમરના લોકોમાં ગરમી સંબંધિત બીમારીઓ અને હીટસ્ટ્રોકની "ઉચ્ચ સંભાવના"ની ચેતવણી આપવામાં આવી છે. IMD અનુસાર, આગામી ચાર દિવસમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગરમ ​​રાત્રિની સ્થિતિ ગરમી સંબંધિત તણાવમાં વધારો કરી શકે છે.

હીટવેવથી મોતના આંકડામાં વધારો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 1998 થી 2017 વચ્ચે 1,66,000 થી વધુ લોકો હીટવેવથી મૃત્યુ પામ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગયા વર્ષે જુલાઈમાં સંસદને જણાવ્યું હતું કે ભારતમાં 2015 થી 2022 વચ્ચે હીટવેવને કારણે 3,812 મૃત્યુ થયા હતા, જેમાં એકલા આંધ્રપ્રદેશમાં 2,419 મૃત્યુ થયા હતા.

આ વિસ્તારોમાં 45 ડિગ્રીથી વધુ છે તાપમાન

દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 24 સ્થળોએ બુધવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં બાડમેરમાં 48 ડિગ્રી, ચુરુમાં 47.4 ડિગ્રી, ફલોદીમાં 47.8 ડિગ્રી અને જેસલમેરમાં 47.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. મધ્યપ્રદેશના રતલામમાં 45 ડિગ્રી, મહારાષ્ટ્રના અકોલામાં 44.8 ડિગ્રી, હરિયાણાના સિરસામાં 47.7 ડિગ્રી, પંજાબના ભટિંડામાં 46.6 ડિગ્રી, ગુજરાતના કંડલામાં 46.1 ડિગ્રી અને ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 45 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

પ્રિ-મોન્સુન વરસાદથી જ ગરમીથી રાહત મળશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે માત્ર પ્રિ-મોન્સુન વરસાદ જ આકરી ગરમીમાંથી રાહત આપી શકે છે. હાલમાં એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન આવતા સપ્તાહ સુધી રહેશે. ભૂમધ્ય સમુદ્ર, લાલ સમુદ્ર અને કેરેબિયન સમુદ્રમાં સમગ્ર વર્ષ દરમિયાન પશ્ચિમી વિક્ષેપ રચાય છે. ચોમાસાની ઋતુ સિવાય, તેઓ હંમેશા ભારતના હિમાલય પ્રદેશ સાથે અથડાય છે અને ઉત્તર ભારતમાં હવામાન બદલાય છે. તેના કારણે શિયાળામાં વરસાદ પણ પડે છે.

આ વર્ષે કોઈ ઉષ્ણકટિબંધીય ચક્રવાત નથી

ભારતમાં ઉનાળા દરમિયાન, ચોમાસા પહેલા, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત રચાય છે, તોફાની પવનો સાથે વરસાદ લાવે છે અને હવામાન બદલાય છે. આ વર્ષે એક પણ વાવાઝોડું આવ્યું નથી. બિપરજોય ગયા વર્ષે જૂનમાં આવ્યો હતો જે 21 દિવસ સુધી ચાલ્યો હતો. હાલમાં ચોમાસું માલદીવ, શ્રીલંકાની સરહદ અને ભારતના નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં પણ લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે, પરંતુ તેની નબળાઈને કારણે તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે.

આ પણ વાંચો - Heat Wave : રાજ્યમાં જીવલેણ બની ગરમી, 10ના મોત

આ પણ વાંચો - Ahmedabad Heat Wave: ગુજરાતમાં સૂર્યનારાયણ થયા કોપાયમાન, અમદાવાદમાં ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

Tags :
Alertbarmer temperaturedelhi heatwavegujarat heatwaveGujarat Heatwave updatesGujarat Weather updatesHeat AlertHeatwave AlertHeatwave updatesIMDIMD Heatwave AlertIMD Updateindia 2024 heatwaveindia heatwavemausammaximum temperature in indiarajasthan heatwaveWeatherWeather Station Jaipurweather updateWeather UpdatesWestern Disturbance
Next Article