ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Heart Attack : પ્રિ કોવિડમાં જેટલા કેસ થતા હતા, પોસ્ટ કોવિડ પણ તેટલા જ છે

રાજ્યમાં વધતાં જતાં હાર્ટ અટેકના કેસને લઈને તંત્ર એલર્ટ થયું છે.જેને પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પત્રકાર પરિષદમાં હ્રદય રોગને લઈને ચર્ચા કરવામાં આવ હતી.આ પરિષદમાં ડો.ચિરાજ દોશી, ડો.મિલન ચગ , ડો.ભાવેશ રોય , ડો.રસેશ પોથીવાલા જોડાય...
12:09 PM Nov 04, 2023 IST | Maitri makwana

રાજ્યમાં વધતાં જતાં હાર્ટ અટેકના કેસને લઈને તંત્ર એલર્ટ થયું છે.જેને પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પત્રકાર પરિષદમાં હ્રદય રોગને લઈને ચર્ચા કરવામાં આવ હતી.આ પરિષદમાં ડો.ચિરાજ દોશી, ડો.મિલન ચગ , ડો.ભાવેશ રોય , ડો.રસેશ પોથીવાલા જોડાય હતા.આ પરિષદમાં આ બધા ડૉક્ટર દ્વારા હ્રદય રોગના હુમલાથી બચવા માટે શું કાળજી લેવી જોઈએ અને શું-શું સાર સંભાળ લેવી જોઈએ તેના અંગે વિશેષ માહિતી આપી હતી.

52 % યુવાનોના મોત હ્રદયના હુમલાના કારણે થાય છે

હાર્ટ અટેક ચર્ચાનો વિષય બની ગયો છે.ઘણા જવાન લોકો હાર્ટ અટેકના શિકાર બનતા જોવા મળી રહ્યા છે.અને જેના કારણે હાલ ડેથ રેટમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.52 % યુવાનોના મોત હ્રદયના હુમલાના કારણે થાય છે.હ્રદયની ધમણીઓમાં રૂકાવટ આવવાના કારણે મોટા ભાગે હાર્ટ અટેક આવતો હોય છે.જે લોહીને પૂરતો ઓક્સિજન ન પહોંચવાના કારણે લોહી ધમનીઓ સુધી પહોંચતુ નથી અને જેના કારણે તે ધમનીઓમાં રૂકાવટ ઉત્પન્ન થાય છે.

સાથે જ ફક્ત હાર્ટ અટેક જ નહીં પણ મગજનો મોટો હુમલો પણ મગજનો અટેક તરીકે ઓળખાવી શકાય છે.સામાન્ય હાર્ટ બીટ 60 થી 90 સુધી માનવામાં આવે છે.પણ કોઈ શારીરિક કસરત જ્યારે કરવામાં આવે છે ત્યારે તે હાર્ટ બીટ 120 થી 150 સુધી પોહચી જતી હોય છે.પણ જ્યારે તે હાર્ટ બીટ 160 સુધી પોહચી જતી હોય છે ત્યારે તેના કારણે હ્રદય હુમલો પણ થતો હોય છે અને હ્રદય સામાન્ય કદ કરતા થોડું મોટું થઈ જતું હોય છે.

હાર્ટ અટેક માટે 30 % હાઇપર ટેન્શન પણ જવાબદાર

છાતીમાં દુખાવો થવો , ચાલવાથી કે પછી કોઈ કામ કરવાથી જલ્દી થાકી જવું , અથવા જો શ્વાસ લેવામાં કોઈ પ્રકારની તકલીફ થાય તો તેને ગંભીર સમજીને ડૉક્ટરને બતાવી જરૂરી સાર સંભાળ લેવી જોઈએ.અહી આ હાર્ટ અટેક માટે 30 % હાઇપર ટેન્શન પણ જવાબદાર કારણ માનવામાં આવે છે.તે ઉપરાંત સ્મોકિંગ અને ટોબેકો પણ જવાબદાર આવે છે.યુવાનોમાં 2020 પહેલા હાર્ટ અટેક 8 થી 11 % જોવા મળતો હતો જે આજે વધીને 12 % થયો છે.તેથી આપણે સમજી શકીએ છીએ કે કોરોના પછી મોટો ફેરફાર જોવા મળ્યો નથી.જેથી એવું માની શકાય છે કે કોવિડ વેકસીન સાથે આને કોઈ સબંધ નથી.

જંક ફૂડ ખાવાનું પણ ટાળવું જોઈએ

નવરાત્રીમાં હાર્ટ અટેકના કારણે અનેક જુવાનોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.આ નાની  ઉંમરે ગરબા રમવાના કારણે અથવા ક્રિકેટ રમતા જે લોકોના મોત થાય છે તે બધા જ કેસ હાર્ટ અટેકના હોતા નથી.આ પ્રકારના કેસને કાર્ડીયાક એરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.જેને ટાળવા માટે નિયમિત રૂપે કસરત કરવી જોઈએ.રોજે-રોજ ચાલવું જોઈએ.અને સાથે સાથે જંક ફૂડ ખાવાનું પણ ટાળવું જોઈએ.જેથી તમારુ સ્વાસ્થ્ય સારું રહેશે.અને તમે હાર્ટ અટેકથી બચી શકશો.

સ્મોકિંગના કારણે, જંક ફૂડના કારણે પણ હાર્ટ એટેક

હાર્ટ અટેકથી બચવા માટે અનેક ઉપાયો છે જે કરવાથી હાર્ટ અટેકથી બચી શકાય છે.અહિં આ હાર્ટ અટેકથી બચવા માટે દરેક વ્યક્તિએ સ્ક્રિનિંગ કરાવવું જોઈએ.આનાથી હાર્ટ અટેકને અટકાવી શકાય છે.અહિં શહેરમાં રોજ 100 ડેથ થાય છે જેમાં 10 ડેથ સડન ડેથ હોય છે. સ્મોકિંગના કારણે, જંક ફૂડના કારણે, વ્યસનના કારણે, અથવા તો હાઇપર ટેન્શનના કારણે પણ હાર્ટ અટેક આવતો હોય છે.

કોવિડ વેક્સીન સાથે પણ કોઈ સબંધ નથી

કોઈ પણ ડેથ યુવાન લોકોમાં થાય તે જરૂરી નથી કે હાર્ટ અટેક હોય.અને તેનો કોવિડ વેક્સીન સાથે પણ કોઈ સબંધ નથી.મૃત્યુ ના ઘણા બધા કારણ હોય શકે છે.સ્ક્રિનિંગ કરવાથી હાર્ટ અટેક આવતો અટકાવી શકાય છે.જેના કારણે આપણે આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છે.રોજે-રોજ કસરત કરવાથી પણ હાર્ટ અટેક આવતો અટકી શકે છે.CRP લેવલ વધારે હોય તે પણ ચિંતાજનક માનવામાં આવે છે.જો આવું હોય તો ડોક્ટર પાસે જઈને સલાહ લેવી જરૂરી બની જાય છે.અને જરૂરી સાર સંભાળ રાખીને કાળજી રાખીને હાર્ટ અટેકને અટકાવી શકાય છે.

આ પણ વાંચો -  Gondal : સિવિલ હોસ્પિટલમાં શિશુ કેર સેન્ટર કાર્યરત,સાંસદ રમેશભાઈ ધડુક હસ્તે ખુલ્લુ મુકાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
cases of heart attackHeartheart attack casesheart-attackPost-CovidPre-Covid
Next Article