ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો, રાજકોટમાં વધુ 2 ના મોત
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. યુવાનોના પણ હાર્ટ એટેકથી થતા મોત એ ચિંતાનો વિષય બની રહ્યો છે. છેલ્લા કેટલાક જ સમયમાં ગુજરાતમાંથી 20થી પણ વધારે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ત્યારે હાલમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થાયનો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટના મવડી ચોકડી પાસે 32 વર્ષીય મહિલાનું કપડા ધોતી વખતે હાર્ટએટેકથી મોત થયુ છે. તો રામાપીર ચોકડી પાસે ભોજન લેતી સમયે હાર્ટ એટેક આવતા 40 વર્ષીય પુરુષનું મૃત્યુ નિપજ્યુ છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. યુવક રેટ સૂતા બાદ સવારે ઉઠ્યો જ નહીં. પરિવારને કાઇંક અજુગતું લગતા તેણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેના મોત હાર્ટ એટેકથી થઈ છે તેવું જાણવા મળ્યું હતું. પરંતુ હાલમાં અમુક જરૂરી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે તેવું ડોકટરોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભાવનગરમાં ધારાસભ્યના પુત્રની ગુંડાગીર્દી, પોલીસ કોન્સ્ટેબલ સાથે કરી મારામારી