Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harshad Bhojak : લાંચિયા અને ભ્રષ્ટ આસિસ્ટન્ટ TDO વિરુદ્ધ હવે AMC કમિશ્નરની કડક કાર્યવાહી

અમદાવાદમાં (Ahmedabad) રૂ. 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા AMC પૂર્વ ઝોનનાં (East Zone AMC) આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક (Harshad Bhojak) વિરુદ્ધ AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, AMC કમિશ્નરે આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકને સસ્પેન્ડ કર્યા છે. રૂ....
harshad bhojak   લાંચિયા અને ભ્રષ્ટ આસિસ્ટન્ટ tdo વિરુદ્ધ હવે amc કમિશ્નરની કડક કાર્યવાહી

અમદાવાદમાં (Ahmedabad) રૂ. 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા AMC પૂર્વ ઝોનનાં (East Zone AMC) આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક (Harshad Bhojak) વિરુદ્ધ AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, AMC કમિશ્નરે આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકને સસ્પેન્ડ કર્યા છે. રૂ. 20 લાખની લાંચ કેસ અને અપ્રમાણસર મિલકત મળી આવી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Harshad Bhojak : લાંચિયા આસિ. TDO ના ઘરે મોડી રાત સુધી ACB નું સર્ચ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Advertisement

ભોજકના નિવાસ સ્થાને મોડી રાતે 7 કલાક સુધી સર્ચ ઓપરેશન

અમદાવાદમાં ACB ની ટીમે ગઈકાલે આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી રૂ. 20 લાખની લાંચ લેતા AMC પૂર્વ ઝોનનાં (East Zone AMC) આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક (Harshad Bhojak) અને તેના સાથી આશિષ પટેલની (Ashish Patel) રંગેહાથ ધરપકડ કરી હતી. ACB મોડી રાતે 7 કલાક સુધી હર્ષદ ભોજકના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરી જરૂરી દસ્તાવેજ, 73 લાખ રૂપિયાની રોકડ અને સાડા 4 લાખ રૂપિયાનું સોનું સહિત કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી બાદ હવે એએમસી દ્વારા પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા

AMC કમિશ્નરે હર્ષદ ભોજકને કર્યાં સસ્પેન્ડ

પ્રાપ્ત માહિતી મુજબ, AMC કમિશ્નરે હર્ષદ ભોજકને ફરજ પરથી સસ્પેન્ડ કર્યા છે. હર્ષદ ભોજકના નિવાસ સ્થાને જ સસ્પેન્સન ઓર્ડરની (Suspension Order) બજવણી કરાઈ છે. જણાવી દઈએ કે, એક તરફ હર્ષદ ભોજકના નિવાસ સ્થાને એસીબીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે બીજી તરફ AMC એ સેસ્પેન્સનનો ઓર્ડર બજાવ્યો હતો. હર્ષદ ભોજકની તપાસમાં કેટલાક મોટા અધિકારીઓના નામ ખૂલે તેવી વકી છે.

આ પણ વાંચો - Mehsana : ના હોય..! કિન્નર સમાજમાં પણ ઊંચી-નીચી જ્ઞાતિનો ભેદ!

Tags :
Advertisement

.